Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ડાંગની આદિવાસી યુવતીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ, જાણો વિગત
ત્યારબાદ સરિતાએ ઓલ્મ્પિકની તૈયારી શરૂ કરી દીધી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં નેશનલ લેવલે ત્રણ મેડલ જીત્યા છે. હજી 100 અને 400 મીટરની સ્પર્ધા બાકી છે જેમાં પણ સરિતા ગોલ્ડ મેડલ લઈ આવશે તેવી આશા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશારદા ફાઉન્ડેશને સરિતાને દતક લઈ તેનો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો. પિતા ખેત મજૂર અને એક નાની બહેન ઘરકામ મદદરૂપ બનતી આ પરિવારની દીકરી સરિતાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને સમાજની સાથે સાથે જોડાયેલા તમામનું નામ રોશન કર્યું છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, કોલેજમાં પ્રવેશ બાદ સરિતાએ યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ વર્ષમાં જ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેથી તે સ્ટેટ લેવલે સિલેક્ટ થઈ હતી. ત્યારબાદ કર્ણાટકમાં ઓલ ઈન્ડિયા વિમેન્સ એથ્લેટિક્સમાં બીજા ક્રમે આવી હતી. જેથી સરિતાનું નેશનલ એથ્લેટિક એકેડમી લુધિયાણા-પંજાબમાં એડમિશન થયું હતું. અને નેશનલ પ્લેયર બની હતી.
આ અંગે દર્શન દેસાઈ(શારદા ફાઉન્ડેશન, ચેરમેન)એ જણાવ્યું હતું કે, સરિતાએ ધોરણ 12 પાસ કરી જ્યારે પહેલીવાર ચીખલીની હેમા દેસાઈ આર્ટ એન્ડ ઈઈ લહેર કોમર્સ કોલેજમાં આવી હતી ત્યારે બોલતા પણ નહોતું આવડતું. બસ એક જ વાત કરતી હતી કે, મારી પાસે શૂઝ નથી અને જમવાની પણ તકલીફ પડે છે.
ઇન્ડોનેશિયા ખાતે એશિયન ગેમ્સ યોજાઈ હતી જેમાં ડાંગની યુવતી સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ જીત્યો છે. સરિતાએ આ મેડલ 400 મીટર રીલે દોડ માત્ર 58.8 સેકન્ડ સાથે જીત્યો. સરિતાએ ગોલ્ડ મેળવતા ગુજરાત-ડાંગનું ગૌરવ વધ્યું છે. સરિતાએ ઈન્ડોનેશિયામાં ગોલ્ડ મેડલ મેળવતા પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.
ડાંગઃ ઇન્ડોનેશિયામાં ગુજરાતની મહિલાએ ગૉલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં સરિતા ગાયકવાડ નામની ડાંગની મહિલાએ 400 મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિદ્ધિ સાથે સમગ્ર દેશ અને ગુજરાત સહિત ડાંગનું ગૌરવ વધ્યુ છે. સરિતાએ ગોલ્ડ મેડલ જીતતા પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -