સુરતમાં વિજય રૂપાણીએ કેમ 9 મિનિટમાં જ ભાષણ સંકેલી લેવું પડ્યું? જાણો વિગત
હાલમાં જ સુરતમાં યોજાયેલા પતંગ મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રીનો ફોટો ગાયબ હતો પણ આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રીનો ફોટો આવી ગયો હતો. મુખ્યમંત્રીના નિરશ કાર્યક્રમના કારણે હાજર લોકો નિરાશ થયાં હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેતાઓના સન્માન સમારોહ બાદ નવસારીના સાસંદ ભાષણ કરવા ઉભા થયાં કે લોકોએ બહાર જવાનું શરૂ કરી દીધું હતું ત્યાર બાદ મુખ્યમંત્રી ભાષણ કરવા ઉભા થયાં ત્યારે પણ લોકો મંડપમાંથી બહાર જતાં જોવા મળ્યા હતા.
નેતાઓના સન્માન સમારોહ બાદ નવસારીના સાસંદ ભાષણ કરવા ઉભા થયાં કે લોકોએ બહાર જવાનું શરૂ કરી દીધું હતું ત્યાર બાદ મુખ્યમંત્રી ભાષણ કરવા ઉભા થયાં ત્યારે પણ લોકો મંડપમાંથી બહાર જતાં જોવા મળ્યા હતા.
મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ બીજીવાર આવ્યા પણ તેઓએ આખા ગુજરાતમાં સારો દેખાવ કરી સુરતની તમામ 12 બેઠક જીતવા બદલ અભનંદન શુદ્ધા આપ્યા ન હતા. તો બીજી તરફ સુરતને મંત્રી મંડળમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતાં મ્યુનિસિપાલના કાર્યક્રમમાં હાજરી પાંખી જોવા મળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મ્યુનિસિપાલના પતંગ મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રીનો ગાયબ થયેલો ફોટો લોકાપર્ણ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. પાંખી હાજરી પાછળ સરકારમાં સુરતને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળ્યું તેવી ચર્ચા થઈ રહી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી આરૂડઢ થયાં બાદ વિજય રૂપાણી પહેલી વાર જાહેર કાર્યક્રમમાં આવ્યા હતા.
આ ઉપરાતં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી હોવાને કારણે ખુરશીઓ ખાલી જોવા મળી હતી. લોકો ચાલતી પકડતાં જ સ્થાનિક નેતાઓ દોડતા થઈ ગયા હતાં.
સુરત: ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચુંટણી બાદ પહેલી વાર જાહેર કાર્યક્રમમાં આવેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સુરતમાં મોળો પ્રતિસાદ મળ્યો હતો. સુરત મ્યુનિસિપાલના કાર્યક્રમમાં પાખી હાજરી ઉપરાંત નેતાઓ બોલવા ઉભા થાય તે પહેલા જ લોકોએ ચાલતી પકડી હતી. ગુજરાતના અગ્રણી દૈનિક અહેવાલ પ્રમાણે લોકોની પાંખી હાજરી જોતાં મુખ્યમંત્રીએ પણ પોણા નવ મીનીટમાં પોતાનું ભાષણ ટૂકાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધમપછાડા કરવામાં આવી રહ્યા હતાં જોકે લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -