સુરતઃ યુવક બર્થ-ડે પાર્ટીમાં જલસા કરવા બેંગકોકની બે યુવતીઓને લાવ્યો, પોલીસે રેડ કરી ત્યારે બધાં શું કરતાં હતાં, જાણો વિગત?
સોરાયા અને મોન્ટાટીપ બેંગકોક, થાઈલેન્ડની હોવાનું જાણવા મળ્યું છે. જેમને વેસુની મુક્તાનંદ નગરમાં રાખવામાં આવી હતી. પોલીસ તમામ વિરુદ્ધ દારૂ અને હોબાળા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ દ્વારા સોરાયા સોમ્પેન અનુજરી(ઉ.વ.31), ક્રિષ્ટીના અજય સમીહ(ઉ.વ.31), મોન્ટાટીપ મોન્ટ્રી પ્લી(ઉ.વ.31), કલ્પના વિકાસ દતાત્રેય થોરન(ઉ.વ.26)ને ઝડપી લેવાયા છે. આ ઉપરાંત મિકેશ વસંત લુહાર(ઉ.વ.33)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
સોસાયટીના રહિશોએ ઉમરા પોલીસને જાણ કરી હતી. ઉમરા પોલીસ રેડ કરતા પાંચ ઝડપાઈ ગયા હતા જ્યારે બીજા કેટલાક ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે રેડ કરી ત્યારે મિકેશ આ યુવતીઓ સાથે શરાબની મહેફિલ માણી રહ્યો હતો ને મસ્ત થઈ ગયો હતો.
પાંડેસરા ખાતે રહેતા મિકેશ વસંત લુહાર(ઉ.વ.33)નો બર્થ ડે હોવાના કારણે વેસુમાં મુક્તાનંદ નગરમાં બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મિકેશે કેટલાક મિત્રોને આમંત્રણ ન આપતાં તેમણે ત્યાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. મુક્તાનંદ સોસાયટીમાં દારૂની મહેફિલમાં બિયરની બોટલો તૂટી હતી.
આ ઘટનામાં એક યુવકે વેસુ વિસ્તારમાં આવેલી મુક્તાનંદ નગર સોસાયટીમાં બર્થ ડે પાર્ટી રાખી હતી. પાર્ટીમાં જલસા કરવા માટે બેંગકોકની યુવતીઓને લઈ આવ્યો હતો પણ તેણે પોતાના મિત્રોને ના બોલાવતાં તેમણે આવીને હોબાળો મચાવ્યો હતો. દારૂની મહેફિલમાં હોબાળો થતાં સોસાયટીના રહિશોએ પોલીસને જાણ કરી હતી.
સુરતઃ સુરતના પોશ વિસ્તાર મનાતા વેસુ વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે બેંગકોકની બે યુવતીઓને બોલાવીને મહેફિલ જમાવાઈ હતી ત્યારે જ પોલીસે રેડ પાડીને બેંગકોકની બે યુવતી સહિત પાંચને ઝડપી લીધા હતા. તમામને મેડિકલ તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -