BSF જવાનનો વધુ એક વિડિયો વાયરલ, ભ્રષ્ટાચારના આરોપીને જ તપાસ સોંપવાનો આરોપ
બીએસએફના ભ્રષ્ટ અને સરમુખત્યાર અધિકારીઓ બહાર જવાનોના કલ્યાણની વાતો કરે છે, પણ અંદરખાને જવાનોનું લોહી ચૂસે છે, આના કરતાં અંગ્રેજોની ગુલામી સારી હતી. કોઇ સાથ આપે કે ન આપે, મારો જંગ જારી રહેશે તેવો નિર્ધાર નવરતન ચૌધરીએ વ્યક્ત કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેસબુક પર મુકેલા પાંચ મિનિટના વીડિયોમાં તેણે આરોપ કર્યો છે કે, નિયમ અનુસાર વર્ષમાં બે મહિનાની રજા મળવી જોઇએ તેને બદલે માત્ર 13 દિવસની જ રજા અપાય છે. પોતાના આરોપોના સમર્થનમાં તેણે બે ઓડિયો ક્લીપ મૂકી છે, જેમાં એક અધિકારી તેની સાથે ગાળ બોલી ગેરવર્તાવ કરતો હોવાનું જણાય છે. પોતે વીડિયો ક્લીપ દ્વારા સજ્જડ પુરાવા આપતો હોવા છતાં કોઇ આગળ આવતું ન હોવાનું જણાવી નવરતન ચૌધરીએ બસએસએફના ડીજીને અનુરોધ કર્યો છે કે, આ પુરાવાને આધારે તેની સજા માફ કરાય અને ખરેખર જે દોષીઓ છે તેને સજા કરવામાં આવે.
પોતાની પોસ્ટમાં નવરતન ચૌધરીએ ફરિયાદ કરી છે કે, એસ.કે. શ્રીધર નામના અધિકારીએ તેને ઓફિસમાંથી બહાર હાંકી કાઢી ગેરવર્તણૂંક કરેલી અને આ અંગે તેણે ફરિયાદ કરી, તો તેને જ આરોપી બનાવી બીએસએફે એક તરફી તપાસ શરૂ કરી હતી, જેમાં તેને પોતાનો પક્ષ રજૂ કરવાની પણ તક પાઇ ન હતી. તપાસ અંતર્ગત 15 દિવસ સુધી તેને કેમ્પસ એરેસ્ટ કરાયો હતો. અને આ 15 દિવસ ખાવા-પીવાનું પણ અપાયું ન હતું. માત્ર ચા અને સમોસા ખાઇ આ દિવસો કાઢ્યા હતા. તપાસમાં બીએસએફ એક્ટ એન્ડ રૂલ્સની પણ અવગણના કરાઇ હોવાનો નવરતન ચૌધરીએ આરોપ કર્યો હતો.
પોતાની પોસ્ટમાં તેણે 150મી બટાલિયનના ત્રણ અધિકારી અંગે નામજોગ ફરિયાદ કરી વ્યથા રજૂ કરી છે કે, આ ત્રણેય ભ્રષ્ટ અને સરમુખત્યાર અધિકારીઓએ તેને આપઘાત કરવા મજબૂર કર્યો હતો. પરંતુ હું એટલો નબળો નથી એટલે હું લડું છું, મારી જગ્યાએ બીજો કોઇ હોત તો આત્મહત્યા કરી લે એટલી હદે મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે, પણ મેં આ ભ્રષ્ટ અધિકારીઓ સામેનું યુદ્ધ જારી રાખવાનો નિર્ધાર કર્યો છે.
નવરતન ચૌધરીએ ફેસબુકના પેજ પર મૂકેલી પોસ્ટમાં એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, તટસ્થ તપાસના દાવા કરતા બીએસએફના ઉચ્ચ અધિકારીઓએ ભ્રષ્ટાચાર અંગે તેણે કરેલી ફરિયાદની તપાસ એ જ અધિકારીઓને સોંપી છે, જેની સામે તેણે ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદ કરી છે.
ભૂજઃ પોતાના જીવના જોખમે સરહદ પર પહાડની જેમ ચોકી પહેલો ભરી રહેલા જવાનો સાથે કેવો અન્યાય થઈ રહ્યો છેતેનો એક પછી એક વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ગાંધીધામ સ્થિત બોર્ડર સિક્યોરિટી ફોર્સની 150મી બટાલિયનમાં ફરજ બજાવતા જવાન નવરતન ચૌધરીએ લગલગાટ ત્રીજો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -