ભરુચઃ માયા ઇચ્છતી હતી કે તે સેક્સ ચેન્જ કરાવી છોકરો બને, લેસ્બિયન સંબંધોનો કેવો આવ્યો અંત?
પોલીસે માયા તેમજ જયેન્દ્રને સાથે રાખીને શુક્રવારે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી જ્યાં હત્યા કરાઇ હતી તે સ્થળ પર તપાસ કરી હતી. સ્થળ પર મૃતકના લોહીના નિશાન મળ્યાં હતાં. ઉપરાંત હત્યામાં વપરાયેલો સળિયો તેમજ એંગલ તેમણે નર્મદા પાર્ક પાસે ફેંકી દીધો હોઇ તે પણ રિકવર કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે ગત શુક્રવારે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી હત્યાનો સમગ્ર બનાવ કેવી રીતે બન્યો તેનો ચિતાર મેળવ્યો હતો. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે બન્નેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં. માયા અને જયેન્દ્રએ યુનુસ મનિયાને જમીન બતાવવાના બહાને ખરોડ ગામે લઇ જઈ હત્યા કરી હતી. જે બાદ તેમણે મૃતકના દેહને કારમાં મૂકી ખરોડથી ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ખેતરમાં ફેંકી દીધો હતો.
યુનુસભાઈની હત્યા કર્યા પછી બંને ભાગી રહ્યા હતા, ત્યારે ખેતર માલિક તેમને જોઈ ગયો હતો અને ખેડૂતે કારનો નંબર પોલીસને આપતાં સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાઇ ગયો હતો. પોલીસે માયાની પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ બંનેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે.
યુનુસભાઈને પોતાની દીકરીના લેસ્બિયન સંબંધોની જાણ થતાં જ તેમણે દીકરીના નિકાહની તૈયારી શરૂ કરી દીધી હતી અને દીકરીને માયાને મળવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આની જાણ માયાને થતાં તે ગુસ્સે ભરાઇ ગઈ હતી. આથી તેણે પોતાના કઝિન જયેન્દ્ર વસાવા સાથે મળીને એસ્ટેટ-બ્રોકર યુનુસભાઈને ખેતર જોવાના બહાને શહેરની બહાર બોલાવીને માથા પર લોખંડનો સળિયો ફટકારી હત્યા કરી હતી.
ભરૂચ : એક અઠવાડિયા પહેલાં 45 વર્ષીય યુનુસ મનિયા નામના આધેડની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના થોડા જ સમયમાં પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે. જોકે, આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ધડાકો થયો છે. આરોપી યુવતીને આધેડની દીકરી સાથે લેસ્બિયન સંબંધ ધરાવતી હતી અને તે સેક્સ ચેન્જ બનીને પુરુષ બનવા માગતી હતી. જોકે, આધેડ વિલન બનતા તેની હત્યા કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ભરૂચના રચના નગર 4માં રહેતી માયા વસાવા અને ઝાહેદા વચ્ચે લેસ્બિયન રિલેશનશિપ હતી. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ હતા. એટલું જ નહીં, માયા ઇચ્છતી હતી કે તે સેકસ ચેન્જ કરાવીને છોકરો બની જાય. આને માટે તેણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી અને પોતાનું નામ પણ તેણે સમીર કરી રાખ્યું હતું. જોકે, તેમની આ ઇચ્છા પૂરી થાય તે પહેલા જ ઝાહેદાના પિતા યુનુસભાઈને આ અંગે ખબર પડી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -