Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ખંભાતનો ગરીબ પરિવારનો છોકરો પ્રતિષ્ઠિત પરીક્ષામાં દેશભરમાં છઠ્ઠો આવ્યો, જાણો વિગત
પીનલ રાણાણે જણાવ્યું કે, અંગ્રેજી માધ્યમ કરતા હું ગુજરાતી માધ્યમને ઉત્તમ માધ્યમ ગણું છું, કારણ કે મારી સાથે પરીક્ષા આપનાર સ્થાનિક વિસ્તારમાં સરકારી શાળાઓમાં શિક્ષણ લેનાર વિદ્યાર્થી હતા. આપણે ગુજરાતી વાતાવરણમાં જન્મ લીધો હોઈ ગુજરાતી ઉત્તમ વૈચારિક ભાષા બની રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીનલનાપિતા ગોપાલભાઈ રાણાણે જણાવ્યુંકે, અમે 50 વર્ષથી ભાડાના મકાનમાં એક રૂમમાં બે બાળકો સાથે રહીએ છીએ. ગેરેજ પર આવતા લોકોનું સાંભળીને મેં નક્કી કર્યું કે પીનલને ભણાવું. હું ભણ્યો નહોતો પરંતુ ગેરેજ પર ઓવરટાઈમ કરીને પુસ્તકો ખરીદતો હતો.
ધો.12માં સાયન્સ પૂર્ણ કરી વિદ્યાનગર બીબીએમ એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોડક્શન એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. સરકાર અનુદાનિત શાળામાં ભણવાનો ફાયદો એ થયો કે અહીં તમામ વર્ગના બાળકો સાથે ભણતો એટલે ક્યારેય મને મારી ગરીબનો અહેસાસ થયો જ નથી.
પીનલ રાણાએ જણાવ્યું કે, મેં મારું શિક્ષણ ધો.1થી 12 ગુજરાતી માધ્યમમાંથી પાસ કર્યું છે. તે પણ સરકારી શાળામાં. હા માત્ર ધ્યેય એજ હતો કે ભારતની પ્રથમ નંબરની ઇન્સ્ટીટયુટ આઈઆઈટીમાં પ્રવેશ મેળવી ઉત્તમ પ્રોડક્શન ઈજનેર બનવું. મેં માધ્યમિક શિક્ષણ ખંભાતની એસ.ઝેડ. વાઘેલામાં મેળવ્યું હતું.
ખંભાતઃ 'ગેટ'ની પરીક્ષામાં છઠ્ઠું સ્થાન મેળવીને આણંદના ખંભાતના વિદ્યાર્થી પીનલ ગોપાલભાઈ રાણાએ સાબિત કરી દીધું છે કે, ગરીબી ક્યારેય બાધા બનતી નથી. સામાન્ય વર્ગમાંથી આવતાં પીનલને અત્યારથી જ વિવિધ કંપનીઓ દ્વારા મોટા પેકેજની ઓફર શરુ થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -