મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું સપ્ટેમ્બરમાં ભૂમિ પૂજન
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેનનું સ્વપ્ન થોડા જ સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે. અમદાવાદ મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના રૂટનું ભૂમિ પૂજન સપ્ટેમ્બરમાં થવાનું છે. જાપાનના વડાપ્રધાન શિંઝો અબે સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે. ત્યારે જ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું ખાત મુહૂર્તનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બુલેટ ટ્રેન એટલી ઝડપી દોડશે કે અમદાવાદ-મુંબઈ વચ્ચેનું 508kmનું અંતર માત્ર 2 કલાકમાં પૂરું કરી લેશે. આ ટ્રેનની મહત્તમ ઝડપ 350 કિલોમીટર પ્રતિ કલાકની અને ઓપરેટિંગ ઝડપ 320kmph હશે.
રેલવે વિભાગને આશા છે કે આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઇ જશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના PM અબેના હસ્થે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરવામાં આવશે.’ આ પ્રોજેક્ટ પાછળ 97,636 કરોડનો ખર્ચ થવાનો છે. જેના માટે 81% લોન જાપાન તરફથી મળવાની છે.
આ આંકડો ખર્ચમાં વધારો, કામગીરી દરમિયાન લાગનારું વ્યાજ અને ઈમ્પોર્ટ ડ્યુટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સોફ્ટ લોન હશે જેનું વાર્ષિક વ્યાજ 0.1% રહેશે અને આ સાથે 15 વર્ષની દેવા મોકૂફીની મુદ્દત આપવામાં આવશે. આ પ્રોજેક્ટને એક શો-પિસ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -