ભૂજઃ કઢંગી હાલતમાં પકડાયેલી યુવતીએ પોલીસને પૂછ્યું, ‘હું મારા બોયફ્રેન્ડની જાંઘ પર હાથ રાખું તેમાં તમને વાંધો શું છે?’
તેવો ઉદ્ધત જવાબ આપતાં આ સાંભળી એક તબક્કે પોલીસ હેબતાઇ ગઇ હતી અને આખરે વાત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતાં જિલ્લા પોલીસે બન્નેના માતા-પિતાને પોલીસ સ્ટેશન બોલાવવાનું કહેતાં યુવતીની શાન ઠેકાણે આવી ગઇ હતી અને તેના બોયફ્રેન્ડથી અલગ થઇને સોરી-સોરી કહી પોલીસ અધિકારીઓ સમક્ષ માફીપત્ર લખી આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકઢંગી હાલતમાં બેઠેલા હતા તે જોઇને પોલીસનું માથું શરમથી ઝૂકી ગયું હતું. પોલીસ ટીમના અધિકારીઓએ ઠપકો આપતાં સામે વિરોધમાં યુવતીએ પોલીસને કહ્યું હતું કે,‘હું મારા બોયફ્રેન્ડની જાંઘ પર હાથ રાખું તેમાં તમને વાંધો શુ છે?’ તેમજ બાઇક પર ચીપકીને બેશું તેમાં તમારો કયો ગરાસ લૂંટાઇ જાય છે.
પોલીસની આ કામગીરીથી છેડતી અને રોમિયોગીરી કરતા તત્ત્વો પર મહદઅંશે રોક આવી ગઇ હતી, પરંતુ વચ્ચે કેટલાક મહિના ડ્રાઇવ બંધ કરી દીધી હતી, જે ફરી સોમવારે હાથ ધરાતા અચાનક પોલીસની ટીમ શહેરના બાગ-બગીચા અને શાળાઓ સહિતના સ્થળોએ ખડકાઇ જતાં આવારા તત્ત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, તો શહેરની ભાગોળે આવેલા ટપકેશ્વરી વિસ્તારમાં પોલીસે એક યુગલને પકડ્યું હતું.
આ પહેલા પણ શહેરમાં શાળા અને બાગ-બગીચામાં પોલીસે રોમિયોગીરી કરતા કેટલાક લોકોને પકડી પાડ્યા હતા અને તેમના પાસેથી માફીપત્રો લખાવ્યા હતા, જેમાં કેસ કરવા લાયક યુવાન સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.
ભુજ: પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સોમવારે ભુજ શહેર અને તેની આસપાસના બાગ-બગીચા, શાળા-કોલેજ જેવા સ્થળો પર પોલીસ દ્વારા અલગ-અલગ 10 ટીમ બનાવીને ‘એન્ટી રોમિયો ડ્રાઈવ’ યોજવામાં આવી હતી. જેમાં ભુજની ભાગોળે આવેલા ટપકેશ્વરી વિસ્તારમાં અશ્લિલ અવસ્થામાં બેઠેલાં એક પ્રેમીપંખીડાને ઝડપી પાડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -