રાજકારણીના પુત્રે ભુજની યુવતીના નામે ફેક FB આઇડી બનાવી કરી બદનામ, શું છે કિસ્સો?
આ અંગેની વિગત એવી છે કે, પંચમહાલના રાજકીય આગેવાનના પુત્ર નિલય તખતસિંહ સોલંકી અત્યારે ટોરેન્ટો-કેનેડામાં જોબ કરે છે. નિલય ભુજની યુવતીની ફેસબુક ફેક આઇડી બનાવી બદનામી કરતું લખાણ કરી છેલ્લા ઘણા સમયથી પરેશાન કરે છે. યુવતીના વાલીઓએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં એક વર્ષ પૂર્વે આ અંગે ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ હજુ પણ યુવક યુવતીની ફેક પ્રોફાઇલ આઇડી દ્વારા સગા-સંબંધીને રીક્વેસ્ટ મૂકી અણછાજતું લખાણ કરી બદનામી કરી રહ્યો છે, જેથી યુવતીની સગાઇ તૂટી ગઈ છે. તેમજ સમાજમાં પણ તેમને બદનામી થઈ રહી છે. સાયબર ક્રાઇમના ગુનાઓ તથા મહિલા સતામણીની ફરિયાદ બાબતે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ થયો હોઇ નરાધમની તાત્કાલિક ધરપકડ થાય તેવી યુવતીના વાલીઓની માગણી છે.
એક વર્ષ પહેલા ફરિયાદ થઈ હોવા છતા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા રાજકીય આગેવાનના પુત્રને પકડવા માંગ કરાઇ છે. આ ગુનો સાયબર ક્રાઇમનો હોઇ યુવક સામે કડક કાર્યવાહી કરવા અને ઝડપી પાડવા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ કચ્છ-ભુજ તથા પોલીસ કમિશ્નર, સાયબર ક્રાઇમ-અમદાવાદ, મહિલા સેલ ક્રાઇમ-ગાંધીનગરને વતીના વાલીઓએ અરજી પાઠવીને તાકીદે પગલાં લેવા અને ન્યાયની માગણી કરી હતી.
ભુજ: ભુજની યુવતીને પંચમહાલના રાજકારણીના પુત્રે ફેસબૂક પર ફેક આઇડી બનાવીને બદનામ કરતાં યુવતીની સગાઇ તૂટી ગઈ હતી. તેમજ યુવતીના પરિવારની સમાજમાં ભારે બદનામી થઈ છે. આ અંગે યુવતીના પરિવારની ફરિયાદને એક વર્ષ થયું છતાં કોઈ પગલા લેવાયા નથી. ત્યારે યુવતીના પરિવારે નરાધમની તાત્કાલિક ધરપકડ થાય અને સખત સજા થાય તેવી માગણી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -