વડતાલ: સ્વામિનારાયણ સાધુની હત્યામાં થયો કયો મોટો ખુલાસો, જાણો વિગત
1998માં ગદાધરાનંદની હત્યાના કારણે ભારે ચર્ચાસ્પદ બનેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ફરી એકવાર 50 વર્ષિય સંતની હત્યાનો સામે આવ્યો છે. જ્યાં 300 જેટલા સંતો રહે છે તેવા સંતનિવાસમાં બનેલી ઘટના પગલે અનેક રહસ્યો સર્જાયા હોય તેમ જોવા મળી રહ્યા છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલ સ્વામી સંતનિવાસમાં જ રહેતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય સંતો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સ્વામી ધર્મતનયદાસજીએ ઘણા સમયથી બહાર જવાનું ઓછું કરી દીધું હતું. તેમણે થોડા સમય પહેલાં નવી આઈ ટેન સ્પોર્ટ્સ કાર ખરીદી હતી. જો તેઓ બહાર જતાં જ નહોતા તો પછી કાર શા માટે ખરીદી? તેવા પણ સવાલ ઊભા થયા છે. પોલીસે છેલ્લે કોની સાથે ગયા હતા તે તપાશ શરૂ કરી છે.
પોલીસે સ્વામીના રૂમની તપાસ કરતાં તેમના રૂમમાં રાખવામાં આવેલા ટેબલનું એક ડ્રોવર તૂટેલું મળ્યું હતું જેના કારણે હત્યા પાછળનું રહસ્ય વધુ ઘેરાયું છે. તૂટેલાં ડ્રોઅરમાં એવી કઈ વસ્તુ હતી? જે મેળવવા સ્વામીની હત્યા કરવામાં આવી. તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ એવા વડતાલ ખાતેના સંત નિવાસમાં શનિવારે સંત ધર્મતનય સ્વામીની કોઈ અજાણ્યા ઈસમે તિક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી હતી. પોલીસ દ્વારા અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઇ નક્કર વિગત મળી નથી. પોલીસે સ્વામીના રહેણાંક વિસ્તારમાં અન્ય સંતના નિવેદન લીધા હતા. ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જાળી કે ઘરમાં પણ ક્યાંય પોલીસને હત્યારાના ફીંગર પ્રિન્ટ મળી આવ્યા નથી.
આણંદ: વડતાલ ખાતે સંતની હત્યાના 48 કલાક બાદ પણ પોલીસ હત્યારા વિશે કંઈ જ જાણીકારી મેળવી શકી નથી. ત્યારે સંતની હત્યાને લઈ અનેક સવાલો ઊભા થયા હતા. આ 300 જેટલા સંતો રહે છે ત્યાં રાતે સ્વામીની હત્યા કરવામાં આવી હશે ત્યારે તેમણે બચવા બૂમાબૂમ કરી હશે તેમ છતાં કોઈને પણ તેમનો અવાજ સંભળાયો નહીં? હત્યારો મૃતકના નિવાસસ્થાન સુધી પહોંચ્યો ત્યાં સુધી કોઈએ કેમ જોયો નહીં? આ બધા પ્રશ્નોના કારણે આરોપી અંદરનો જ અથવા સ્વામીનો કોઇ પરિચિત હોવાની શંકા બળવત્તર બની છે. રૂમના ટેબલનું એક ડ્રોઅર તુટેલું મળ્યું જેના કારણે પણ રહસ્ય વધુ ઘેરું બન્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -