અમિત શાહનો આનંદીબેનને મોટો ફટકો, બેનનાં ક્યાં સૌથી નજીકનાં સમર્થકની કાપી નાંખી ટિકિટ?
આનંદીબેન માટે આ મોટો ફટકો છે કેમ કે વસુબેન ત્રિવેદી આનીંબેનની સૌથી નજીક છે ને આનંદીબેન મુખ્યમંત્રી હતાં ત્યારે તેમનો ભારે દબદબો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી તેમણે વસુબેન ત્રિવેદીને મંત્રીમંડળમાંથી પડતાં મૂકીને આનંદીબેનને મોટો ફટકો માર્યો હતો. હવે તેમને ટિકિટ પણ નથી મળી.
રાજકીય વિશ્લેષકોના મતે વસુબેન ત્રિવેદીની ટિકિટ કપાઈ એ આનંદીબેનના વર્ચસ્વનો અંતનો સીધો સંકેત છે. અમિત શાહે આનંદીબેનને કટ ટુ સાઈઝ કરી દીધાં છે.
વસુબેન ત્રિવેદી છેલ્લી ચૂંટણીમાં જામનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટાયાં હતાં પણ આ વખતે ભાજપે તેમનું પત્તુ કાપી નાંખીને ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુને ટિકિટ આપી છે.
અમદાવાદઃ ભાજપે આજે તેના વધુ 28 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આ યાદીમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સૌથી મોટો આંચકો મળ્યો છે કેમ કે ભાજપે તેમનાં ખાસમખાસ મનાતાં વસુબેન ત્રિવેદીની ટિકિટ કાપી નાંખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -