ગુજરાતમાં ભાજપ 160 બેઠકો જીતશે: ભાજપના કયા કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં આવું કહ્યું, જાણો વિગતે
પુરાણોમાં કોઇ પણ વ્યક્તિનું આયુષ્ય 125 વર્ષનું અંકાયું છે અને હવે કોંગ્રેસ પણ 125 વર્ષ વટાવી ચુકી છે. ગુજરાતના પરિણામો પર ઉત્તરપ્રદેશ જેવા આવશે અને ભાજપ 160થી વધારે બેઠકો જીતશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કોંગ્રેસ પર જાતિવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપ લગાવ્યાં હતાં. જંબુસર ખાતેની જાહેરસભામાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીને ગુરૂ, મોટા ભાઈ અને પ્રધાનમંત્રી તરીકે જુએ છે. કોંગ્રેસે આતંકવાદના બીજ રોપ્યાં હતાં અને તેને મોટો કર્યો હતો.
કોંગ્રેસ હાફીઝ સઇદની વાતો કરે છે પણ ભારતમાં જ આતંકવાદને જન્મ આપનારો ભીંદરાનવાલે કોંગ્રેસનો કાર્યકર હોવાનું તેમણે જણાવ્યું હતું. પોતાના વકત્વયમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોં ફાટ વખાણ કર્યાં હતાં અને તેમણે દરેક નાગરિકને ભારતવાસી હોવાનું ગૌરવ અપાવ્યું હોવાનું જણાવ્યું હતું. ભાજપને તેમણે ત્યાગ અને તપસ્યાની પાર્ટી ગણાવી હતી.
કેન્દ્રીય મંત્રી અને ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતીએ અંકલેશ્વરમાં જાહેરસભાને સંબોધિત કરી હતી. જેમાં કહ્યું હતું કે, ગુજરાતમાં આવી તેમણે આતંકવાદનો રાગ અલાપ્યો હતો. તેમણે કોંગ્રેસને આતંકવાદ અને જાતિવાદનું જનક ગણાવ્યું હતું.
તેમણે કોંગ્રેસ પર જાતિવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપ લગાવ્યાં હતાં. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પહેલાં તબકકાના ઉમેદવારી પત્રો ભરાઈ ગયાં છે ત્યારે ભાજપે પ્રચારને વેગવંતો બનાવી દીધો છે.
અંકલેશ્વર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ભાજપ અલગ-અલગ રાજ્યોમાંથી સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી રવિરાવે અંકલેશ્વરની મુલાકાતે હતાં. જેમાં તેમણે ત્યાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાફિઝ સઈદની વાતો કરે છે પણ ભારતમાં જ આતંકવાદને જન્મ આપનારા ભીંદરાનવાલે કોંગ્રેસનો કાર્યકર્તા હતો તેમ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ અંકલેશ્વરની જાહેરસભામાં જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -