ભરૂચ: ભાજપના કયા સાંસદની તબિયત અચાનક લથડતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જાણો વિગત
મનસુખ વસાવાની તબિયત લથડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમની સારવાર કાઢવા માટે ભાજપના કાર્યકરો દોડી આવ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમયે ભાજપના સાંસદ મનસુખ વસાવાને બેકપેઈનને લઈને દુખાવો ઉપડતાં તબિયત લથડી હતી. જેથી તેઓને સારવાર અર્થે રાજપીપળાની વિજય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની તબિયત સુધારા પર છે.
ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાની હાલ ભરૂચ અને નર્મદા જિલ્લાની નવ દિવસની જનસંપર્ક યાત્રા 18 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. ભરૂચ જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કરીને યાત્રા નર્મદા જિલ્લામાં પ્રવેશી હતી.
નર્મદાઃ ભરૂચ જિલ્લા ભાજપના સાંસદ મનસુખ વસાવાની નવ દિવસની જનસંપર્ક યાત્રા ચાલી રહી હતી. ભરૂચ અને નર્મદા એમ બંને જિલ્લાઓમાં ચાલનારી યાત્રા પૈકી ભરૂચનો પ્રવાસ પૂર્ણ કરી નર્મદા પ્રવેશતા સમયે સાંસદની તબિયત અચાનક લથડી પડી હતી. જેથી તેઓને રાજપીપળા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મનસુખ વસાવાની સારવાર કાઢવા ભાજપના નેતાઓ સહિત કાર્યકરો દોડી આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -