USના નોર્થ કેરોલિનમાં ગુજરાતી યુવક પર અંધાધુંધ ફાયરિંગ, મોટેલમાં જ યુવકનું થયું મોત, જાણો વિગતે
ચરોતર: અમેરિકાના નોર્થ કેરોલિના આવેલ મોટેલમાં અજાણ્યા શખ્સોએ અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં આણંદના લાંભવેલ રોડ પર રહેતા અને આણંદ આર્ટસ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલના 40 વર્ષિય પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે કામ કરતા અન્ય ત્રણ કર્મીઓ ગંભીર રીતે ગાયલ થયા હતાં. આ બનાવને પગલે સમગ્ર ચરોતરમાં શોકની લાગણી પ્રસરી હતી. જ્યારે નજીકના સંબંધીઓ આવી પહોંચ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૃતક યુવક આકાશ તેની પત્ની મિત્તલ અને આઠ વર્ષીય પુત્ર જય સાથે છેલ્લાં 20 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, મૃતકની અંત્તિમક્રિયા વિદેશમાં જ કરાય તેવી સંભાવના છે.
વિદેશમાં વસતા ચરોતરવાસીઓ પર હુમલાઓની ઘટનાઓ અવાર-નવાર બન્યા કરે છે. વર્ષ 2015માં એનઆરજી પર હુમલાના નવ બનાવ નોંધાયા હતા. એ જ રીતે વર્ષ 2016માં ત્રણેક હુમલાઓ નોંધાયા હતા. આ ઉપરાંત ત્રણ દિવસ અગાઉ નડિયાદ પાસેના નરસંડા ગામના વતની અને કેન્યામાં રહેતા અલ્પેશ જશભાઈ પટેલ પર પણ કેટલાંક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઈજા પામ્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વિદેશમાં વસતા ચરોતરવાસીઓ પર હુમલાઓની ઘટનાઓ અવાર-નવાર બન્યા કરે છે. ત્રણ દિવસ અગાઉ નડિયાદ પાસેના નરસંડા ગામના વતની અને કેન્યામાં રહેતા અલ્પેશ જશભાઈ પટેલ પર કેટલાંક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઈજા પામ્યા હતા.
જોકે, આકાશ તેમજ તેની સાથે કામ કરતા અન્ય શખ્સ કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેમણે અંધાધુંધ ફાયરિગં કર્યું હતું. આ બનાવમાં આકાશને શરીર અને માથાના ભાગે ગોળી વાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ કર્મીઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ વાયુવેગે પરિવારજનોમાં થતાં તેમના પર આભ તૂટી પડ્યું હતું.
આણંદ-લાંભવેલ રોડ પર આવેલી સંકેત ગ્રીનલેન્ડમાં રમેશભાઈ તલાટી રહે છે. તેમનો 40 વર્ષિય પુત્ર આકાશ પરિવાર સાથે છેલ્લાં 20 વર્ષથી અમેરિકાના નોર્થ કેરોલીના સ્ટેટના ફ્રેટવીલ ટાઉનમાં રહતો હતો અને ત્યાં જ પોતાની મોટેલ ધરાવે છે. શુક્રવારે રાત્રે તેઓ તેમજ તેમની સાથેના ત્રણ કર્મીઓ મોટેલ પર હાજર હતા. આ દરમિયાન એ સમયે કેટલાંક અજાણ્યા શખ્સ તેમની મોટેલમાં ઘૂસી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -