રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ ઉત્તર ગુજરાતના પ્રવાસે, આ રહ્યો આખો કાર્યક્રમ, જાણો વિગતે
ધાર્મિક યાત્રાએ નિકળેલા રાહુલ ગાંધીને ડીસા તાલુકાનાં ભીલડી ગામમાં કર્મકાન્ડી બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ પાઠવશે. બનાસકાંઠા જિલ્લાના જુદાજુદા ભૂદેવો રાહુલને વિશેષ આર્શીવચન પાઠવી શકે તેવી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકિર ચૌહાણે જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાંથી બપોરે 1 વાગે શંખેશ્વર પહોંચશે. જ્યાં દર્શન કરીને બપોરે 2 વાગે બહુચરાજી પહોંચશે. ત્યાંથી બાયપાસ માર્ગે મહેસાણામાં મોઢેરા રોડ સ્થિત કચ્છી કડવા પાટીદારની વાડી સામે ખુલ્લા મેદાનમાં મહિલા સંમેલનને સંબોધશે. સાંજના 5-30 કલાકે વિસનગર જવા રવાના થશે. વિસનગરમાં કાંસા રોડ પર સ્થિત વિશાલા પાર્ટીપ્લોટમાં જાહેરસભા યોજી ગોઝારિયા માર્ગે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
બીજા દિવસે રવિવારે સવારે 10 વાગે દાંતા ખાતે સ્વાગત બાદ પાલનપુરની રામપુરા ચોકડી ખાતે સવારે 10-30 વાગે જાહેર સભા સંબોધશે. ત્યાર બાદ પાટણ પહોંચશે. ત્રીજા દિવસે સોમવારે પાટણમાં કાલિકામૈયા અને વીરમાયાના દર્શન, 9-30 વાગે રાણકી વાવ, 10 વાગે દલિત સમાજના આગેવાનો સાથે બેઠક અને ત્યાંથી 10-30 કલાકે હારિજ જવા રવાના થશે.
બપોરે 2-00 વાગે ઇડરની સરપ્રતાપ હાઇસ્કૂલ ખાતે યુવા રોજગાર સભા અને 3-50 વાગે ખેડબ્રહ્મામાં આદિવાસી વિકાસ સભાને સંબોધન કરશે. જેમાં ખેડૂતો, મોંઘવારી, રોજગારી અને આદિવાસીઓ સહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવશે. જ્યારે રાહુલ ગાંધી સાંજના 5 વાગે દાંતા તાલુકાના હડાદથી બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરશે. ત્યાંથી અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી ત્યાં જ રાત્રિરોકાણ કરશે.
સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભા બેઠકના પ્રભારી સી.જે.ચાવડા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણિભાઇ પટેલે જણાવ્યું કે, રાહુલ ગાંધી શનિવારે સવારે 9-30 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી 10-30 વાગે પ્રાંતિજમાં આવેલા જૂના બસ સ્ટેન્ડ ખાતે અને બપોરે 12-30 વાગે હિંમતનગરમાં મહેતાપુરા ત્રણ રસ્તા ખાતે ખેડૂત અધિકાર સભા ગજવશે.
પ્રથમ દિવસે શનિવારે પ્રાંતિજ, હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં સભા કરશે. બીજા દિવસે રવિવારે પાલનપુર, ડીસા, થરા અને પાટણમાં જાહેરસભા સંબોધશે. જ્યારે ત્રીજા દિવસે સોમવારે વરાણા, બહુચરાજી, મહેસાણા અને વિસનગરમાં સભા ગજવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અતિવૃષ્ટિ સમયે ધાનેરાની મુલાકાત સમયે રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકાવાની ઘટના સામે આવી હતી, જેને લઇ આ વખતે સ્થાનિક પોલીસ ઉપરાંત એસપીજી દ્વારા વિશેષ બંદોબસ્ત વ્યવસ્થા ગોઢવવામાં આવ્યો છે.
અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારથી 3 દિવસ માટે ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ પ્રવાસ દરમિયાન 13 વિધાનસભા મત વિસ્તાર પ્રચાર કરશે. જેમાં રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા ગાંધીનગર અક્ષરધામ પહોંચ્યા હતાં જ્યાં મંહતસ્વામી સાથે ચર્ચા કરી હતી અન ભગવાનના દર્શન કર્યા હતાં. અંબાજીમાં અંબાજી માતાજી, બહુચરાજીમાં બહુચર માતાજી, શંખેશ્વરમાં જૈનપ્રભુ, પાટણમાં કાલિકા મૈયા અને દલિતોના ઇષ્ટદેવ વીરમાયાદેવ, વરાણામાં આઇ ખોડિયાર માતાજી તેમજ થરામાં વાળીનાથ દાદા સહિત કુલ 7 મંદિરોમાં દર્શન કરવા જશે. જ્યારે 12 સ્થળોએ જાહેરસભા સંબોધશે તેવું પક્ષ દ્વારા જાણવા મળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -