અમદાવાદઃ લવ મેરેજ કરનારી યુવતીને બીજા યુવક સાથે બંધાયા સંબંધ, પ્રેમીના ઘરે જઈને કરી કેવી આઘાતજનક હરકત? જાણો
અમદાવાદ: અમદાવાદના ગાંધીઆશ્રમના વિનય મંદિરમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી પરિણીત મહિલા અમી સોલંકીએ પ્રેમીના ઘરેથી મોતની છલાંગ લગાવી હતી. આત્મહત્યા કરતાં પહેલા અમીએ લખેલી ચિઠ્ઠી પોલીસે કબજે કરી છે. અમીએ આત્મહત્યા કરતાં જ બૂમાબૂમ થઈ ગઈ હતી જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆત્મહત્યા પહેલા અમીએ એક સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં લખ્યું હતું કે, ‘જિજ્ઞેશ હું તને ખૂબ પ્રેમ કરું છું, પણ તે મને દગો દીધો છે. હું તારા વગર રહી શકું તેમ નથી. હું આખી જિંદગી તારા વગર જીવી શકું તેમ નથી. જેથી હું આત્મહત્યા કરી રહી છું.’
અમીની માતા રંજનબહેને જણાવ્યું હતું કેં, અમી રવિવારે સવારે ગાંધીઆશ્રમમાંથી પિકનિકમાં થોર ગઈ હતી. ત્યાંથી સાંજે 6.45 વાગ્યે પાછી આવીને દવા લેવા માટે તેમજ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કઢાવવા માટે ઘરેથી નીકળી હતી. તેના પોણા કલાક બાદ અમીની લાશ મળી હતી. અમીની હત્યા કરવામાં આવી હોવાની અમને શંકા છે.
દિવાળીથી અમી તેમની સાથે જ રહેતી હતી અને બે મહિનાથી ગાંધીઆશ્રમના વિનય મંદિરમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી હતી. આ માહિતીના આધારે પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધ્યો હતો.
આ સમયે ત્યાં હાજર મહિલા રંજનબહેન ત્રિવેદી (શિવકેદાર ફ્લેટ, ચાંદલોડિયા તળાવ પાસે) મૃતક તેમની દીકરી અમી(29) છે અને તેણે 1 વર્ષ પહેલા બોરસદ બદલપુરમાં રહેતા અશોક સોલંકી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.
અમદાવાદના ચાંદલોડિયા સિલ્વર સ્ટાર પાસેની ગોકુલધામ રેસિડેન્સીમાં રવિવારે સાંજે 7.56 વાગ્યે એક મહિલાએ કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી હતી જેની જાણ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.યુ.પાડવી મળતાં તાત્કાલિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.
પ્રેમીએ દગો દેતાં અમીએ તેના ઘરની બાલ્કનીમાંથી મોતની છલાંગ લગાવી દીધી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. અમીના પરિવારના સભ્યોના હત્યાના આક્ષેપોની ગંભીરતાથી નોંધ લઇને પોલીસે પેનલ ડોક્ટર મારફતે તેના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -