કોલ સેન્ટર કૌભાંડની માસ્ટરમાઈન્ડ સાગરની બહેન રીમા ક્યાં છે? પોલીસને સાગરે આપી શું માહિતી? જાણો વિગત
નોરિસ 2014 સુધી સાગર માટે કામ કરતો અનં બંને ઓનલાઈન પરિચયમાં આવ્યા હતા. નોરિસ પીડિતોની ઓનલાઈન રકમ રોકડમાં પરિવર્તિત કરવાનો હવાલો સંભાળતો હતો. તેને દરેક લેણદેણ પાછળ 20 ટકા મળતા હતા. બાકી નાણાં તે સાગરને મળે એવી વ્યવસ્થા કરતો હતો. આ કેસમાં થોમસ પટેલની પણ ધરપકડ કરાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથાણે પોલીસની પૂછપરછમાં સાગરે કબૂલ્યું છે કે યુએસ નાગરિક જેરી નોરિસ પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરાતી યુએસ સ્થિત રિ-લોડેબલ ડેબિટ કાર્ડ સેવા ગ્રીન ડોટ મની પેક કોર્ડસ પર જમા મની પેક કોડ્સ ની રોકડી સાગર માટે કરતો હતો. આ નાણાં આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફર કંપની મારફત સાગરને પહોંચાડવામાં આવતા હતા.
રીમા અને સાગર આ ગુનામાં બરાબરનાં ભાગીદાર હતાં. 2012માં રીમાએ કોલ સેન્ટરના ધંધાનાં નાણાકીય સૂત્રો સંભાળ્યા હતાં. તેથી કોલ સેન્ટરની લેણદેણ વિશે તેની પાસેથી વધુ જાણકારી મેળવવા તેની ધરપકડ કરવી જરૂરી છે. આ કૌભાંડમાં રીમા ઠાકર સહિત હજુ 15 જણની ધરપકડ કરવાની બાકી છે.
સાગરે કબૂલ્યું છે કે તે બે મહિના સુધી દુબઈની જેલમાં બંધ હતો. તેના કારણે એવી અટકળો તેજ બની છે કે રીમા પણ દુબઈની જેલમાં છે પણ સાગરે કબૂલ્યું છે કે રીમા રાજસ્થાનમાં છે. આ કબૂલાતના પગલે પોલીસે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંકમાં જ અમે તેની ધરપકડ કરીશું એમ પોલીસે કહ્યું છે.
મુંબઈ:મુંબઈ તેમજ અમદાવાદમાં બેઠાં બેઠાં અમેરિકન નાગરિકોને કરચોરી કર્યાની ધાકધમકી આપીને કરોડો રૂપિયા ખંખેરનારો સાગર ઠાકર તો ઝડપાયો પણ પોલીસને હજુ તેની બહેન રીમા ઠાકરની તલાશ છે. આ કૌભાંડની માસ્ટરમાઈન્ડ મનાતી રીમા ઠાકર ક્યાં છે એ સવાલ પૂછાઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -