હાર્દિક સામેનો રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પાછો ખેંચવાનો ક્યાં IPS અધિકારીએ કર્યો ઈન્કાર ? રૂપાણી સરકારે શું કર્યું ?
ડીએસપીએ આ પ્રકારની નોંધ પણ ફાઇલ મુકી રાજ્ય સરકારે મોકલી આપી હતી. જેને પગલે તેમની સુરત ખાતે બદલી કરી દેવામાં આવી હતી અને હાલમાં તેઓ પ્રતિ નિયુક્તિ પર સીબીઆઇમાં ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, ગોંડલમાં હાર્દિક સામે નોંધાયેલો કેસ પાછો ખેંચવા અંગે મહિલા ડીએસપી ગગનદીપ ગંભીર સામે ફાઇનલ મુકવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર સામે કોઇ પણ કિંમતે કેસ પાછો ખેંચી શકાય નહીં.
આ અગાઉ પણ ભાજપ સરકારે કેસ પાછા ખેંચવાની તૈયારી કરી લીધી હતી. અને સંબંધિત પોલીસ અધિકારીઓને તેનો આદેશ પણ આપી દીધો હતો.
તે સિવાય રાજકોટ ગ્રામ્ય પોલીસની હદમાં ગોંડલમાં પણ રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો નોંધાયો હતો. હાલમાં ગુજરાત સરકારે હાર્દિક સામે જ્યાં પણ રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો નોંધવામાં આવ્યો હોય તે પરત ખેંચી લીધા છે.
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર થયેલી સભા અને ત્યારબાદ ફાટી નીકળેલી હિંસા બાદ હાર્દિક પટેલ વિરુદ્ધ અનેક કેસ નોંધવામાં આવ્યા હતા.
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો અને પાસના કન્વિનર હાર્દિક પટેલ સામે થયેલા પોલીસ કેસ પાછા ખેંચવાની ભાજપ સરકારે જાહેરાત કરી છે. જોકે, ગુજરાતના એક આઇપીએસ અધિકારીએ હાર્દિક પટેલ સામેનો કેસ પાછો ખેંચવાનો ઇનકાર કર્યો હતો.
આ અધિકારીએ હાર્દિક પટેલ સામેના કેસમાં નોધ કરી હતી કે હાર્દિકનો કેસ પાછો ખેંચી શકાય નહીં. જેને પગલે અધિકારીની સુરત ખાતે બદલી કરી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -