કોંગ્રેસ 40 બેઠકો આપવા તૈયાર પણ પાટીદારોએ માંગી કેટલી બેઠકો? અલ્પેશ સાથે કોંગ્રેસે કર્યો કેટલી બેઠકોમાં સોદો? જાણો વિગત
સૌરાષ્ટ્રમાં રોડ શો વખતે રાહુલ ગાંધીએ ખોડલધામના પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે ખાનગી બેઠક યોજી હતી. હાર્દિક સાથે પણ બેઠકોનો દોર ચાલ્યો હતો ને તે પછી કોંગ્રેસે પાટીદારોને 40 બેઠકો આપવા નક્કી કર્યુ હતું. પણ હવે પાટીદાર કોંગ્રેસી આગેવાનોએ કુલ મળીને 52 બેઠકો આપવા રાજકીય દબાણ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્પેશ ઠાકોર 23 ઓક્ટોબરે ગાંધીનગરમાં શું એલાન કરે છે તેના પર સૌ કોઇની મીટ મંડાઇ છે ત્યારે આ સોદાબાજીના કારણે અલ્પેશ કોંગ્રેસ સાથે બેસી જશે તેવો સૌને વિશ્વાસ છે. આમ,કોંગ્રેસે પાટીદારો-ઓબીસી નેતા સાથે ગોઠવણ પાડીને ચૂંટણી વેતરણી પાર પાડવા આયોજન કર્યું છે.
જોકે, પાટીદારોએ 52 બેઠકોની માંગણી કરતાં ડખો પડયો છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોર સાથે પણ રાજકીય સોદો કરવા અંદરખાને પ્રયાસો શરૂ કર્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે હાર્દિક પટેલ-નરેશ પટેલ, અલ્પેશ ઠાકોરની ભૂમિકા મહત્વની બની રહેશે. બંને ભાજપ વિરોધી છે તેથી કોંગ્રેસને ફાયદો કરાવશે એવું મનાય છે.
પોતાના જ પક્ષના પાટીદાર નેતાઓના દબાણના કારણે કોંગ્રેસી નેતાઓએ હાર્દિક પટેલ, નરેશ પટેલ સહિતના પાટીદાર આગેવાનોને મનાવવા પ્રયાસો હાથ ધર્યાં છે. નરેશ પટેલ દબાણ કરે તો સૌરાષ્ટ્રમાં પાટીદાર આગેવાનો માની જાય તેથી ભાજપ તેમને આગળ કરવા મથી રહ્યો છે કે જેથી બીજો કોઈ ડખો પેદા ના થાય.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો હવે જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલાં જ ભાજપ-કોંગ્રેસે વિવિધ મતબેન્કો પર કબજો જમાવવા પ્રયત્નો હાથ ધર્યાં છે. ગુજરાતમાં એન્ટી ઇન્ક્મબન્સીનો માહોલ છે તેનો લાભ લઇ કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલવાનુ નક્કી કર્યું છે.
આ તરફ, કોંગ્રેસે ઠાકોર-ક્ષત્રિય આગેવાનોને આગળ ધરીને ઓપરેશન અલ્પેશ પાર પાડયું છે. અલ્પેશે ભાજપ પાસે 20 બેઠકો તથા પોતાના માટે મોટો હોદ્દો માંગ્યો હતો પણ ભાજપે તે ના આપતાં અલ્પેશ બગડ્યો છે. હવે 20 બેઠકો ફાળવવાનો વાયદો કરીને કોંગ્રેસ અલ્પેશ ઠાકોર સાથે હાથ મિલાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -