રાજ્યના ક્યા ત્રણ PIને DySP તરીકે મળી બઢતી? ક્યા પાંચ DySPની કરાઈ બદલી? જાણો વિગત
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પાંચ DySPની બદલી કરાઈ છે. જેમની બદલી કરવામાં આવી છે તે પૈકી આર.બી. દેવધાને અમદાવાદ રૂરલ હેડ કવાર્ટર DySP તરીકે નિમવામાં આવ્યા છે. તેજલબહેન પટેલને વડોદરા સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચનાં ACP બનાવવામાં આવ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકાર પોલીસ ખાતામાં ઉપરાછાપરી ફેરફારો કરી રહી છે. આ ક્રમ ચાલુ રાખીને ગુજરાત સરકારના ગૃહવિભાગે પોલીસ તંત્રમાં વધુ 5 DySPના બદલીના હુકમ કર્યા છે જ્યારે ત્રણ પી.આઈ.ને DySP તરીકે બઢતી અપાઈ છે.
અક્ષયરાજ મકવાણાની બદલી કરીને મોરબી SCST સેલમાં DySP તરીકે નિમવામાં આવ્યા છે જ્યારે રાજેશ પરમારની બદલી કરીને રાજપીપળા DySP બનાવાયા છે. કે.ટી. કામરીયાની પણ બદલી કરીને અમદાવાદના સાણંદ DySP તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાતમાં દિવાળી પછી વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની પ્રબળ સંભાવના છે ત્યારે ગૃહ વિભાગમાં મોડી રાત સુધી ધમધમાટ રહ્યો હતો. હજુ રાજ્યના 18થી 20 આઈપીએસની બદલી આવવાની સંભાવના ગાંધીનગરના સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. આ ઉપરાંત બીજા કેટલાક અધિકારીને પણ બઢતી આપવામાં આવશે.
રાજ્ય સરકારે જેમને બઢતી આપી તેમાં PI જી.વી. પઢેરીયાને વડોદરા પશ્ચિમ રેલવેમાં DySP નિમવામાં આવ્યા છે. PI એસ.બી. કુંપાવતને બઢતી આપીને વાપીમાં DySP તરીકે નિમણૂક અપાઈ છે જ્યારે PI ડી.એસ. પટેલને બઢતી આપીને બોટાદ DySP તરીકે બઢતી આપીને નવી જગ્યાએ નિમણૂંક કરાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -