હાર્દિક પટેલ સામે ભાજપ સરકારે ઘૂંટણ ટેકવ્યા, જાણો લીધો ક્યો મોટો નિર્ણય?
અમદાવાદઃ ભાજપે વિધાનસભાની ચૂંટણી જીતવા પાટીદારોને મનાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે હાર્દિક પટલની મક્કમતાના કારણે ભાજપને તેમાં ધારી સફળતા મળી નથી ત્યારે હવે ભાજપ સરકારે હાર્દિક પટેલ સામે ઘૂંટણ ટેકવ્યા છે. ભાજપ સરકારે હાર્દિક પટેલ સામેનો રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પાછો લેવા નિર્ણય લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક સ્ટેડિયમમાં ઘૂસે તો ભાજપની આબરૂનો ધજાગરો થાય અને રાજ્યમાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ વણસવાની દહેશતના કારણે હાર્દિકને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. હાર્દિકે ચૂપચાપ રાજકોટમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો. એ વખતે તેણે કાર પર ચઢીને રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો હતો.
આ નિર્ણયને અનુલક્ષીને રાજ્ય સરકારે તમામ જિલ્લાઓના કલેકટરો અને પોલીસ અધિકારીઓને પોતપોતાના સ્તરે પાટીદાર અગ્રણીઓ સામે કરવામા આવેલા કેસો મામલે નિર્ણય લેવાનો આદેશ કર્યો છે. તેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા હાર્દિક સામેનો કેસ પાછો ખેંચવા નિર્ણય લેવાયો છે.
ભાજપ સરકારના ઈશારે રાજકોટના કલેક્ટરે હાર્દિકે રાષ્ટ્રધ્વજને ઉંધો પકડીને તિરંગાનું અપમાન કર્યું હોવાનો આરોપ મૂકીને તેની રાજકોટના પડઘરી ખાતે કેસ દાખલ કરવામા આવ્યો હતો. આ કેસમાં હાર્દિકે જેલમાં પણ જવું પડ્યું હતું. હવે કલેકટરે આ કેસ પરત ખેંચવા કરેલા આદેશથી હાર્દિકને મોટી રાહત મળી છે.
હાર્દિક પટેલ સામે દાખલ કરવામા આવેલા રાષ્ટ્રધ્વજના અપમાનના કેસને પાછો ખેંચવા જિલ્લા કલેકટર દ્વારા આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.. ત્રણથી ચાર દિવસમાં આ કેસને લગતી તમામ વિધિ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ કેસ સત્તાવાર રીતે પાછો ખેંચી લેવાશે અને હાર્દિક મુક્ત થઈ જશે.
હાર્દિક પટેલે રાજકોટ જિલ્લાના પડઘરી ખાતે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હોવાનો કેસ નોંધાયો હતો. 2015માં રાજકોટના ખંડેરી સ્ટેડીયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે રમાયેલી વન ડે સમયે હાર્દિક દ્વારા વિરોધ દર્શાવવા માટે સ્ટેડીયમમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.
ભાજપ સરકારે પાટીદારોને રીઝવવાના ભાગરૂપે થોડા સમય અગાઉ ગાંધીનગર ખાતે પાસના અગ્રણીઓ સાથે એક મહત્વની બેઠકનુ યોજી હતી. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની અધ્યક્ષતામા મળેલી આ બેઠકમાં સરકાર દ્વારા પાટીદાર અગ્રણીઓ સામે કરવામા આવેલા કેસ પરત લેવામાની માંગણીનો સ્વીકાર કરાયો હતો.
હાર્દિક ઉપરાંત અન્ય પાટીદારો સામે પણ કેસો પાછા ખેંચવામાં આવ્યા છે. અહેવાલ મુજબ અન્ય 35 પાટીદારો સામે છ કેસ પાછા ખેંચાયા હોવાના અહેવાલ મળ્યા છે. રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી અગાઉ નારાજ પાટીદારોને રીઝવવા શરૂ કરવામા આવેલા પ્રયાસોના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -