આ 4 હિરોઈનને CID ક્રાઈમ તપાસ માટે ગુજરાત બોલાવશે, જાણો વિગત
સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે મનીષ, ગીતા સહિતના ડાયરેક્ટરોના વિવિધ બેંકોના 26 ખાતાઓ સીઝ કર્યા છે. જેની તપાસ કરતા દરેક ખાતામાં રૂપિયા 10 લાખ કરતા પણ ઓછું બેલેન્સ હતું. આથી સીઆઇડી ક્રાઇમે મનીષે ક્યાં રૂપિયા વાપર્યા કેટલી મિલકતો ખરીદી તે દિશામાં તપાસ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમનીષ શાહે હિંમતનગર, ભીલવાડા અને સાણંદ ઓફિસો અને સ્ટોર ખોલ્યા હતા. ઓફિસ અને સ્ટોરના ઉદ્દઘાટનમાં ફિલ્મ અભિનેત્રીઓને રૂપિયા 15 લાખ ફી તેમજ આવવવા જવા અને રહેવાની સહિતનો ખર્ચો આપીને બોલાવી હતી. કંપનીએ કરિશ્મા કપૂર, કરિના કપૂર, પ્રાચી દેસાઇ અને અમિષા પટેલને બોલાવી હતી. મનીષે કરિશ્મા કપૂરને ચાર વખત બોલાવી હતી.
હિંમતનગરના રહેવાસી મનીષ શાહ અને તેની પત્ની ગીતા શાહે શગુન બિલ્ડસ્ક્વેર અને શગુન એગ્રીસ્પેસ કંપનીઓ ઊભી કરી વિવિધ લોભામણી સ્કીમો મૂકી 6 વર્ષમાં 300 કરોડનું ફુલેકું ફેરવ્યું હતું. સીઆઇડી ક્રાઇમે કંપનીના ડાયરેક્ટર શૈલેષ મકવાણાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. કંપનીના એમડી મનીષ શાહ, ચેરમેન ગીતા શાહ સહિતના ડાયરેક્ટર ભાગેડુ છે.
અમદાવાદઃ સીઆઈડી ગ્રાઇમ બ્રાન્ચ જાણીતી 4 હિરોઈનને તપાસ માટે ગુજરાત બોલાવશે. ગુજરાત અને રાજસ્થાનમાં લલચામણી સ્કીમ દ્વારા 300 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર શગુન બિલ્ડસ્ક્વેર અને શગુન એગ્રીસ્પેસ કંપનીના નવા સ્ટોરના ઉદ્ઘાટનમાં હાજર રહેનાર ફિલ્મ અભિનેત્રી કરિશ્મા કપૂર, કરિના કપૂર, અમિષા પટેલ અને પ્રાચી દેસાઈને જરૂર પડશે તો સીઆઈડી ક્રામ તપાસ માટે બોલાવશે. આ અભિનેત્રીઓએ સ્ટોરના ઉદઘાટન માટે અધધધ 15 લાખ રૂપિયા જેટલી તગડી રકમ લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -