રાહુલ આવતીકાલે ફરીથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો શું છે કાર્યક્રમ
મોરબીથી ધ્રાંગધ્રા અને ત્યાંથી વઢવાણ પહોંચીને સભાઓ સંબોધશે. પ્રથમ દિવસે સુરેન્દ્રનગર ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ આગળના કાર્યક્રમો નક્કી કરાશે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાંચમી ડિસેમ્બરના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ચાર જનસભાને સંબોધન કરશે. અંજાર ખાતે ટાઉન હોલ ગ્રાઉન્ડથી સભાની શરૂઆત કરશે. ત્યારબાદ ગાંધીધામ અને ત્યાંથી મોરબી પહોંચશે.
રાહુલ ગાંધી આવતી કાલે એટલે કે પાંચમી ડિસેમ્બરે મંગળવારના રોજથી સળંગ ત્રણ દિવસ સુધી તેઓ કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો પ્રવાસ કરી સભાઓ સહિતના વિવિધ કાર્યક્રમો યોજશે.
અમદાવાદઃ મોદીનો આજે બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થયા બાદ તરત જ આવતી કાલે રાહુલ ગાંધી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર ગુજરાતમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે અને એક પછી એક ગુજરાતના પ્રવાસ કરીને સભાઓ ગજવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -