પારૂલ યુનિ.માં ભારતીય અને અફઘાન વિદ્યાર્થીઓ વચ્ચે દંગલ, જુઓ તસવીરો
ઘાયલોમાં અફધાન વિદ્યાર્થીઓમાં વહાદત મોહંમદ નકીબુલ્લાહ અકઝાઈ, રસીદમોહંમદ હુસેન આમીર યમરાક, ઉમેદ શેકબ છે જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ રવિ જોષી, સુભમ બોરાટ, પાર્થ બોરાટ, હેમાંગ ભાવસાર, હિતેશ પટેલ અને આદર્શ મિશ્રા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય અને વિદેશી વિદ્યાર્થી વચ્ચે થયેલી મારા-મારીમાં કેમ્પસમાં જાણે યુધ્ધભૂમિ હોય તેમ ભારત માતાકી જયના નારા પોકારાયા હતા. વિદ્યાર્થીના ટોળા ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીના ટોળાએ ભારત માતાકી જયના સુત્રોચ્ચાર કર્યા હતા. જે અંગે વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં વાતાવરણ તંગ બન્યુ હતુ. અફઘાન વિદ્યાર્થી અને ભારતીય વિદ્યાર્થી વચ્ચે બાઇક અકસ્માત થતા મામલો બિચક્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ . જોકે પોલીસે આ વાતને નકારી કાઢી હતી. સુત્રો મુજ રાત્રે એક વિદેશી વિધ્યાર્થીએ બાઇક થી ટક્ક્રમારતા સ્થાનિક યુવાનો વિફર્યા હતા. થોડીજ વારમાં બંન્ને જુથના સેંકડો વિધ્યાર્થીઓ કેમ્પસમાં ઉમટી પડ્યા હતા.
વડોદરા: વાઘોડિયા ખાતે આવેલી પારૂલ યુનિવર્સીટીમાં રવિવારે રાત્રે અફઘાન અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે થયેલા વિવાવદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં અંદાજે 9 વિદ્યાર્થીઓેને ઇજા પહોંચી હતી. બનાવને પગલે વાઘોડિયા સહીત અન્ય પોલીસ મથકની પોલીસનું કડક બંદોબસ્ત કેમ્પસમાં રાખવામાં આવ્યું છે. જ્યારે કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાતા સમગ્ર વિસ્તારમાં અજંપાભરી સ્થિતી સર્જાઇ હતી.
પારૂલ યુનિવર્સીટી ખાતે રવિવારે રાત્રે થયેલી માર મારી બાદ ઇજાગ્રસ્ત યુવાનોની સારવાર માટે આવેલા ઓર્થાપેડિક ડોકટરને પણ જવા દેવામાં આવ્યા નહોતા. આખરે પંદર મીનીટની રઝળપાટ બાદ ઇમરજન્સી કેસ માટે આવેલા ડોકટર માટે હોસ્પિટલના દરવાજા રાત્રે 12:25 વાગે ખાલવામાં આવ્યા હતા.
અંદાજે 2000 વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીમાં વિદેશી વિદ્યાર્થીને અને અન્ય 9 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા 2 જણને પારૂલના સેવાશ્રમ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.
પારૂલ યુનિવર્સીટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ પૈકી અફઘાનિસ્તાનથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ અને ભારતના વિદ્યાર્થીઓ વચ્ચે હોસ્ટેલ કેમ્પસમાં અવાર નવાર ચકમક ઝરતી હતી. રવિવારે રાત્રે નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં હોસ્ટેલ કેમ્પસમાં અપરાતફરીનો માહોલ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -