ડૉ.મહેતા અપહરણ કેસઃ પોલીસે ફક્ત 18 મિનિટમાં કઇ રીતે પાર પાડ્યું ઓપરેશન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅપહરણની ઘટના બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નિરજ બડગુજર દ્વારા પાટણ ધારપુર કોલેજના તેમજ અન્ય સ્થળોના સીસીટીવી કેમેરાના ફુટેજનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં શંકાસ્પદ સેન્ટ્રો કાર જણાઇ હતી. જેનો નંબર પોલીસને મળ્યો હતો. દરમિયાન તપાસમાં જોડાયેલી એટીએસ અને અમદાવાદ ક્રાઇમની ટીમ સાથે સંકલન કરી કારના નંબરના આધારે અપહરણકારો સુધી પહોચવામાં સફળતા મળી હતી.
નોંધનીય છે કે પાંચ દિવસ અગાઉ આસેડા નજીકથી પ્રોફેસરનું પોતાની સેન્ટ્રો કારમાં બેસાડી આરોપીઓએ તુરત જ આંખે પાટા બાંધી દીધા હતા.તેમજ ઘેનયુક્ત પદાર્થ સુંઘાડી દીધો હતો. જ્યાંથી મહેસાણા ખાતે રાધનપુર માર્ગ નજીક આવેલા પટેલનગરમાં આરોપી કલ્પેશ પટેલના મકાનમાં આંખે પાટા બાંધી રખાયા હતા. (આગળની સ્લાઇડમાં વાંચો પોલીસે કેવી રીતે પાર પાડ્યું સમગ્ર ઓપરેશન)
પોલીસે માસ્ટર માઇન્ડ બંન્ને અપહરણકર્તાઓની ધરપકડ કરતા છેલ્લા પાંચ દિવસથી ચર્ચામાં રહેલા પાટણના ધારપુર હોસ્પિટલના ડોકટરના અપહરણ કેસમાં ભાંડો ફૂટ્યો હતો.નગર સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે, પોલીસની સાતથી વધુ ગાડીઓ 29 નંબરના બંગલામાં ત્રાટકી હતી અને ડોક્ટર રાજેશ મહેતાને છોડાવ્યા હતા. પોલીસ ફક્ત 18 મિનિટમાં છોડાવ્યા હતા.
મહેસાણાઃ રાજેશ મહેતા અપહરણ કેસમાં બનાસકાંઠા, પાટણ, એટીએસ, અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 16 ટીમોએ ઓપરેશન પાર પાડીને અપહરકારોને ઝડપી લીધા હતા. અપહરણકારોએ બે કરોડની ખંડણી માટે ડિસા પાસેથી રાજેશ મહેતાનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ રાજેશ મહેતાને મહેસાણાના એરોડ્રામની પાછળ આવેલી પટેલ નગર સોસાયટીમાં ડોક્ટરને બાંધીને રાખવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -