વડોદરા: બુટલેગરે દારૂની હેરાફેરી માટે અપનાવ્યો અનોખો નુસખો, જાણીને તમે પણ ચોંકી જશો
પોલીસે ટ્રક ડ્રાઈવરને અટકાવતા તેણે સાયકલના સ્પેરપાર્ટસ હોવાનું જ રટણ કર્યું હતું. જોકે, ચેકિંગમાં ટ્રકમાંથી દારૂ નીકળતાં તે પણ અજાણ હોવાનો ડોળ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં હરિયાણાથી રાજસ્થાન બોર્ડર થઇ શામળાજી, અમદાવાદ થઇ પાદરા પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે રૂ.21.84 લાખનો દારૂ, 2 લાખના સ્પેરપાર્ટસ અને ટ્રક મળી 33.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂ કોણે ભરાવ્યો હતો અને વડોદરામાં ક્યા બૂટલેગરે મંગાવ્યો હતો તેમજ મોબાઈલ કોલ ડીટેઈલની પીઆઈ વ્યાસે તપાસ હાથ ધરી છે.
પોલીસે ભટીંડા અરાઇખાના પાસે રહેતા ટ્રક ડ્રાઇવર હાકમસિંગ ગંગાસિંગની ધરપકડ કરી પૂછપરછ કરતાં વડોદરામાં તેને કોઈ વ્યક્તિને ટ્રક આપવાની હતી. જે ટ્રકમાંથી કેટલોક સામન ખાલી કરી પરત આપે એટલે ગાંધીનગર ઉદ્યોગભવન પાસે લઇ જઈ તેની ડીલીવરી આપવાની હતી.
ટ્રકમાં તપાસ કરતાં સાયકલના સ્પેરપાર્ટસ નીચેથી દારૂની પેટીઓ મળી આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ટ્રકમાંથી જે સાયકલોના સ્પેરપાર્ટસ મળ્યા તેના ઉપર ગુજરાત સરકારનો સિમ્બોલ પણ લગાવેલો હતો.
ગુજરાત સરકાર દ્વારા શ્રમજીવીઓને રોજગારી માટે ગરીબ કલ્યાણ મેળામાં સાયકલો આપવામાં આવતી હોય છે. આ સાયકલના સ્પેર-પાર્ટસ પંજાબના ભટીંડાથી મંગાવવામાં આવે છે. હરિયાણાથી વિદેશી દારૂ ભરીને નીકળેલી પંજાબ પાર્સિંગની ટ્રકમાં ભટીંડાથી ગુજરાત સરકારની સાયકલના સ્પેરપાર્ટસનું કવરિંગ કરી દેવામાં આવ્યું હતું. આ ટ્રક પાદરાની સાંગમા કેનાલ પાસેથી પસાર થતી હોવાની બાતમી મળતાં પાદરા પીઆઈ ડી.એમ.વ્યાસે ઝડપી પાડી હતી.
વડોદરાઃ વડોદરામાં દારૂ ઘૂસાડવા માટે બૂટલેગરોએ સરકારી યોજનાનાનો સહારો લીધો હતો. ગરીબ કલ્યાણ મેળામાં સરકારી સહાય માટે અપાતી સાયકલના સ્પેર-પાર્ટસનીની નીચે હરિયાણાથી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. ગાંધીનગર ઉદ્યોગભવન પાસે જતી આ ટ્રકને પાદરાની સાંગમા કેનાલ પાસેથી પોલીસે ઝડપી પાડતા રૂ. 21.84 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેણે અજાણ હોવાનો ડોળ કરી વડોદરામાં ટ્રક આપી કેટલોક માલ ખાલી કર્યાં બાદ ગાંધીનગર ઉદ્યોગભવન પાસે લઈ જવાનો હોવાની કેફિયત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -