કોંગ્રેસે મહેસાણાની બેઠક પર નીતિન પટેલ સામે ક્યા દિગ્ગજ પાટીદાર નેતાને આપી ટિકિટ ? જાણો વિગત
કોંગ્રેસે હવે જીવાભાઈ પટેલને ટિકિટ આપતાં આ જંગ રસપ્રદ બન્યો છે. જીવાભાઈ મહેસાણા લોકસભા બેઠક પરથી જીત્યા હતા પણ વિધાનસભામાં જીત્યા નથી. જીવાભાઈ પટેલ સુરતમાં રહેતા ઉદ્યોગપતિ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસે જીવાભાઈ પટેલને ટિકિટ આપતાં મહેસાણા બેઠક પર બે પાટીદારો વચ્ચે જંગ જામશે. મહેસાણા પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર છે તેથી નીતિન પટેલ માટે આ બેઠક પર કપરાં ચઢાણ હોવાનું મનાય છે.
હાલમાં મહેસાણા બેઠક ભાજપ પાસે છે. ભાજપના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી જીત્યા હતા.
કોંગ્રેસ મોવડીમંડળે જીવાભાઈ પટેલને મહેસાણા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આવતી કાલે છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસે આજે કેટલાક ઉમેદવારોને ફોનથી ઉમેદવારીપત્ર ભરવા કહી દીધું છે. આ ઉમેદવારોમાં જીવાભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -