ગુજરાતમાં સ્પીકરપદ માટે વહેતાં થયાં નવાં જ બે નામ, ક્યારે મળશે વિધાનસભાની પહેલી બેઠક? જાણો વિગત
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડોદરાનાં ધારાસભ્યોને સરકારમાં કોઈ પદ કે હોદ્દો આપવામાં આવ્યો નથી. જેથી આ જિલ્લામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરોનો રોષ ઓછો કરવા માટે વડોદરા શહેરનાં રાવપુરામાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ત્રિવેદીને જ ગૃહનાં સ્પીકર બનાવવામાં આવે તે શક્યતા લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: વિધાનસભાની ચૂંટણીનું 18મી ડિસેમ્બરે પરિણામ જાહેર થયા હતા છતાં હજુ સુધી નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ થઈ શકી નથી. બીજી બાજુ ભાજપ દ્વારા વિધાનસભા ગૃહનાં સ્પીકરની પસંદગી પણ કરવામાં આવી નથી. ગુજરાતના સ્પીકર તરીકે વધુ બે નામે વહેતા થયા છે જોકે આ પહેલા પણ અનેક નેતાઓના નામની ચર્ચાઓ ચાલતી હતી.
ત્રિવેદી પોતે એડવોકેટ છે તેમજ ગત ટર્મમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. આવું કરીને હાઈકમાન્ડ વડોદરાવાસીઓનો રોષ પણ શાંત કરવા માગે છે. લગભગ, વિધાનસભાના સ્પીકર તરીકે જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો રાજેન્દ્ર ત્રિવેદીનું નામ સ્પીકર પદે લગભગ નક્કી છે તવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મંત્રીપદમાંથી પડતા મુકાયેલા બાબુભાઈ બોખીરિયાનું નામ પણ ચર્ચામાં છે પરંતુ હાઈકમાન્ડની તેમજ ખુદ બોખીરિયાની પણ ઈચ્છા ઘણી ઓછી છે તેવું જાણવા મળ્યું છે, જેના કારણે તેમને અધ્યક્ષ પદે બેસાડે તેમ લાગતું નથી.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડ કોઈ મજબૂત ધારાસભ્યને સ્પીકર બનાવવા માગે છે. સાથો સાથ તેમની પાસે ગૃહની નાનામાં નાની કામગીરીનું તથા ટેકનિક્લ બાબતોનું જ્ઞાન હોવું જરૂરી છે. હાલમાં રાજેન્દ્ર ત્રિવેદી અને દુષ્યંત પટેલના નામ વહેતા થયા છે. આ બન્ને ધારાસભ્યો ખૂબ જ પીઢ અને અનુભવી છે. કાયદાનું જ્ઞાન તો છે જ, સાથોસાથ ભાષા પર કાબુ છે તેમજ શિસ્તબદ્ધ રીતે તોફાની સભ્યોને અંકુશમાં રાખી શકવાની ક્ષમતા પણ ધરાવે છે.
ચૂંટણીનાં પરિણામ બાદ અને મંત્રી મંડળની રચના પહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અથવા ડો. નીમાબહેનને સ્પીકરપદ અપાય તેવી ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ ભુપેન્દ્ર ચુડાસમાને મંત્રીપદ અપાતા તેમના નામ પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે જોકે હવે અન્ય વિકલ્પો જોવામાં આવી રહ્યા છે.
ડો. નીમાબહેન ખુબ જ સિનીયર છે. તેમજ ગૃહની કામગીરીનો બહેળો અનુભવ ધરાવે છે. પરંતુ સામે મર્યાદા એ છે કે આ વખતે ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 40નું નહીં 80નું છે. તેમજ યુવાન અને તોફાની ધારાસભ્યોની ફૌજ છે. આથી ગૃહમાં શાંતિ જાળવીને કાર્યવાહી કરવાનું કામ કોઈપણ સ્પીકર માટે માથાનો દુઃખાવો અને ચેલેન્જ બની રહેશે માટે ભાજપના કયા નેતાને સ્પીકર પદે બેસાડવા તેના માટે ભાજપ મુઝવંણમાં મુકાઈ ગઈ છે.
જોકે હવે શપથવિધિ 22 જાન્યુઆરીએ યોજાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સ્પીકર માટે ડો. નીમાબહેન આચાર્ય ઉપરાંત રાજેન્દ્ર ત્રિવેદી અને દુષ્યંત પટેલનાં નામો પણ વહેતા થયા છે. જોકે હવે એ જોવાનું રહ્યું હતું ભાજપમાંથી કયા નેતાને સ્પીકર બનાવશે. ભાજપ હાઈકમાન્ડ જે નિર્ણય કરશે તેને અધ્યક્ષ બનાવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -