રાજકોટ: વરરાજા જાન સાથે પહોંચ્યો કોર્પોરેશન, ભાજપના કયા ધારાસભ્ય સામે કર્યા આક્ષેપ, જાણો વિગત
આ અંગે ધારાસભ્ય રૈયાણીને પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, આ ફરિયાદી અને સોસાયટી વચ્ચેનો વિવાદ છે અને મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ સોસાયટી મારા વિસ્તારમાં આવતી હોવાથી મેં એકવાર વચ્ચે પડવાનો પ્રયત્ન કર્યો હતો. મારી ઈમેજને ખરાબ કરવા માટેનું કોઈનું ષડયંત્ર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપના ધારાસભ્ય વારંવાર ધમકી આપતા હોવાથી વરરાજા ચિરાગના લગ્ન હોવાથી તેણે પોલીસ પ્રોટેક્શન પણ માગ્યું હતું. ચિરાગે પોલીસ પ્રોટેક્શન સાથે લગ્ન કર્યા હતાં તે દરમિયાન પોલીસના બે અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં જે જાન અને લગ્નમાં આવેલ સૌ કોઈ મહેમાનો માટે ચર્ચાનો વિષય બન્યો હતો.
ડેપ્યુટી કમિશનરે આગળ જણાવ્યું હતું કે, મેં તેમને જણાવ્યું કે જો કોઈ RMCનો કર્મચારી તેમને પરેશાન કરે તો તેમની સામે પગલાં લેવામાં આવશે. જો RMC સિવાય અન્ય કોઈ વ્યક્તિ તેમને હેરાન કરે તો તે વિષય પોલીસનો છે. અમારા રિપોર્ટ અનુસાર તેમના ઘરનો અમુક ભાગ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યો છે.
ફરિયાદીની દલીલ છે કે, સોસાયટીના સભ્યોએ તેમના ઘર પાસે ગેટ અને નાનકડો સિક્યોરિટી રૂમ બાંધ્યો છે અને તેમની પરમિશન પણ નહોતી લીધી માટે તેમણે ગેરકાયદેસર રીતે થોડું બાંધકામ કરવું પડ્યું હતું. RMCના ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાએ જણાવ્યું હતું કે, અમે કાકડિયા પરિવારને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટિસ આપી હતી. તે કોઈ ઓર્ડર નહોતો, તે માત્ર નોટિસ હતી અને નોટિસનો જવાબ આપવાનો તેમનો અધિકાર છે.
ફરિયાદી પરિવાર મોરબી રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં રહે છે. RMCને આપેલી અરજી અનુસાર, સોસાયટીમાં બીજા અનેક એવા બાંધકામ છે જે ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા છે. તો RMC દ્વારા માત્ર તેમને જ કેમ નોટિસ આપવામાં આવી? સોમનાથ સોસાયટીનો ગેટ, રૈયાણીના નાના ભાઈ મહેશની બિલ્ડિંગ અને તેમની સાથે સંકળાયેલા દિનેશ કાકોરિયાની બિલ્ડિંગ પણ ગેરકાયદેસર છે. અમે આ બાબતે RMCને અરજી પણ આપી છે, પરંતુ RMCએ માત્ર ધારાસભ્યની અરજીનો જ જવાબ કેમ આપ્યો?
RMC ઓફિસની બહાર ચિરાગે જણાવ્યું હતું કે, લગ્નના દિવસે પણ અમને ધમકીભર્યા ફોન આવતા હતા. અમને ધમકી આપવામાં આવી રહી છે કે અમે પૈસા નહીં ભરીએ તો અમારા ઘરનો ભાગ જમીનદોસ્ત કરી દેવામાં આવશે. રૈયાણીના માણસો અમારા ઘરની બહાર અવર-જવર પણ કરે છે અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરે છે.
અરજીમાં આરોપ મુકવામાં આવ્યો છે કે, ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીના આદેશથી પ્રંશાસને તેમને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટિસ આપી છે. પરિવારનો આરોપ છે કે, રૈયાણી અને તેમની સાથે જોડાયેલા લોકો દ્વારા તેમને સતત ધમકી આપવામાં આવી રહી છે અને પૈસાની પણ માંગણી કરવામાં આવી રહી છે.
રાજકોટ: રાજકોટ ભૂતપૂર્વ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સોમવારે વધુ એક વિવાદનો ભોગ બન્યા હતા. તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે વર-વધુ અને તેમના પરિવાર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચ્યા હતા. લગ્નની વીધિ સમાપ્ત થયા પછી વરરાજા ચિરાગ તેની પત્ની અને પરિવારના અન્ય સભ્યો તાત્કાલિક RMCના હેડક્વાર્ટરમાં અરવિંદ રૈયાણી વિરુદ્ધ અરજી કરવા પહોંચ્યા હતા. વરરાજાના પિતા મુકેશ કાકડિયાના નામે અરજી દાખલ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -