દાહોદઃ પિતાએ સરપંચનું ફોર્મ ભરતાં દીકરી પર બળાત્કાર, તા.પં.ના પ્રમુખના પતિ સામે ફરિયાદ
પરિવાર સાથે પોલીસ મથકે ધસી ગયેલી યુવતીએ હુમલો અને બળાત્કાર કરનારા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. સુખસર પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીએ દાહોદ ખાતે મેડિકલ કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી પરિવાર સાથે તેને દાહોદના સરકારી દવાખાને મોકલવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહુમલો થતાં યુવતી બચવા માટે ભાગી હતી. આ હુમલાખોરોએ યુવતીને પણ પથ્થરો મારતાં તેના પગે એક પથ્થર વાગ્યો હતો. જેથી તે જમીન ઉપર ફસડાઇ હતી. આ યુવતિનો પીછો કરનારા ભુરસિંગ ડામોરે લાકડીના ફટકા મારીને ઘાયલ કરી હતી. આટલેથી ન અટકતાં નરેન્દ્ર ડામોરે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ પછી યુવતી પર પેશાબ પણ કર્યો હતો. ઘર તરફ ધસી જઇને તોડફોડ કર્યા બાદ તેઓ ફરાર થઇ ગયા હતાં.
આ અંગેની વિગતો એવી છે કે, ફરિયાદી યુવતીના પિતાએ સરપંચ માટેનું ફોર્મ ભરતાં આ અંગે અદાવત રાખીને ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખના પતિ નરેન્દ્રભાઇ ડામોર, દિલીપભાઇ વગેલા, ગલુભાઇ, અરવિંદભાઇ, કાન્તીભાઇ ડામોર, ભુરસિંગભાઇ ડામોર અને મુકેશભાઇ ડામોર ઘાતક હથિયારો સાથે યુવતીના ઘરમાં ઘૂસી ગયા હતા. યુવતીએ ફરિયાદ કરી છે કે, અમારા વિરૂદ્ધ સરપંચ પદે ફોર્મ કેમ ભર્યું કહીને બેફામ પથ્થરમારો શરૂ કર્યો હતો.
દાહોદઃ ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખના પતિએ એક યુવતી પર બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચી ગયો છે. આ તાલુકાના એક ગામમાં એક વ્યક્તિએ સરપંચની ચુંટણી માટેનું ફોર્મ ભરતાં આ અંગે અદાવત રાખી આઠ લોકોએ તેના ઘર પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં ફોર્મ ભરનારની 19 વર્ષીય પુત્રી પર બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ ભોગ બનનાર યુવતીએ સુખપર પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં હોબાળો મચી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -