દારૂબંધીને વધુ કડક બનાવવા માટે રાજ્ય સરકારે કરી કઈ પાંચ મહત્વની જોગવાઈ, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Dec 2016 04:55 PM (IST)

1
કોઈપણ અધિકારીની ફરજમાં અડચણ કે હુમલો કરવા પર 5 વર્ષ સુધીની કેદ અને 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
2
દારૂના ગુનામાં સંકળાયેલા ગુનેગારોને મદદ કરવા પર અધિકારીને પણ 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
3
દારૂ પીને દંગલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે તેમની સામે 3 વર્ષ સુધીની કેદની જોગવાઈ કરવામાં આવી છે.
4
દારૂના અડ્ડા અને તેને સંચાલનમાં મદદ કરનારાઓને 10 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
5
દારૂની ખરીદી અને વેચાણ કરનારા ગુનેગારોની સજામાં વધારો કરવામાં આવ્યો છે, 10 વર્ષ સુધીની કેદ અને પાંચ લાખ સુધીના દંડ ફટકારવાની જોગાવાઈ કરવામા આવી છે.
6
ગાંધીનગર: રાજ્યમાં દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વટહુકમ બહાર પાડી પાંચ મહત્વની જોગવાઈ કરવામા આવી છે.