ગુજરાતમાં ભાજપને હરાવે તે પક્ષને મત આપજો, જાણો ક્યા નેતાએ કર્યું આ નિવેદન
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંજોયક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ સાંપ્રદાયિકતાની રાજનીતિ કરી પાકિસ્તાનના હિત સાધી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેજરીવાલે આપના પાંચમાં સ્થાપના દિવસ પર સમારોહમાં દેશભરમાંથી આવેલ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું કે, દેશ ખૂબ જ નનાજૂક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યારે હિન્દૂ-મુસલમાનને એકબીજા સાથે લડાવીને દેશને વહેંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હિન્દૂ-મુસલમાનના નામ પર ભારતને વહેંચવું એ જ પાકિસ્તાનનો સૌથી મોટો ઉદ્દેશ અને સપનું છે.
કેજરીવાલે રવિવારે ગુજરાતના મતદારોને અપીલ કરતા કહ્યું છે કે જે ઉમેદવારો ભાજપના ઉમેદવારને હરાવવા સક્ષમ હોય તેને મત આપજો. આમ તેમણે ગમે તે ભોગે ભાજપને હરાવવાની અપીલ મતદારોને કરી છે.
કેજરીવાલે કહ્યું કે ‘હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે જે ઉમેદવાર કે પક્ષ ભાજપને હરાવી શકે તેને મત આપજો.’ કેજરીવાલે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદને રામલીલા મેદાન ખાતે સંબોધન કરતી વખતે કહ્યું હતું કે ‘જ્યાં ‘આપ’ના ઉમેદવાર જીતે તેમ હોય તો તેને મત આપજો. અન્ય કોઈ પક્ષ જીતે તેમ હોય તો તેને મત આપજો. પણ ભાજપને હરાવજો.’ કેજરીવાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના હતા, પરંતુ ત્યારપછી તેમણે વિચાર બદલી નાખ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -