મહિસાગરઃ નાયબ મામલતદારે યુવતી સાથે બાંધ્યા સંબંધ, પત્નીએ ફરિયાદ દાખલ કરી ને આવ્યો શું વળાંક?
લુણાવાડાઃ મહિસાગર પોલીસે લૂણાવાડાના નાયબ મામલતદારની બળાત્કારના ગુનામાં ધરપકડ કરતાં સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. પીડિતાની ફરિયાદને આધારે જયેશ પંડ્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્નની લાલચ આપી જયેશ પંડ્યાએ યુવતીને ભોગવવાનું શરૂ કર્યું હતું. તેણે લુણાવાડાના ભાડાના અલગ અલગ મકાનોમાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, તે યુવતીને પાવાગઢ, આબુ, અંબાજી પણ ફરવા લઈ ગયો હતો અને અહીં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
દરમિયાન નાયબ મામલતદાર જયેશ પંડ્યાની પત્નીએ ગાંધીનગર સેક્ટર ૭માં પોલીસ ફરિયાદ દાખલ કરતા પીડિત યુવતીને જયેશ પંડ્યા પરણીત હોવાની જાણ થતાં તેણે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે 376ની કલમ લગાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, બે વર્ષ પહેલા પીડિત યુવતી અને મહિસાગર જીલ્લા સેવા સદનમાં ચૂંટણી શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જયેશ પંડ્યા એકબીજાના પરિચયમાં આવ્યા હતા. આ સમયે જયેશ પંડ્યાએ અપરણીત હોવાનું જણાવી યુવતી સાથે પરિચય વધાર્યો હતો અને લગ્ન કરવાની લાલચ આપી હતી.
આ અંગે લુણાવાડા પોલીસ ઇન્સ્પેકટરે ફરિયાદની પુષ્ટી કરતાં જણાવ્યું હતું કે, આ અંગેની પીડિતાની ફરિયાદને ધ્યાને લઇ તાત્કાલિક ફરિયાદ નોંધી નાયબ મામલતદારની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -