અમદાવાદ: સરકારી અધિકારીઓનો પગાર રોકવા રાજ્ય સરકારે કેમ આપી સૂચના, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર અને જિલ્લાની કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સહિતના રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની તથા તેના પરિવારના સભ્યો માલ-મિલકત કેટલી છે જે જાહેર કરવાની સૂચના રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કોઈ કિસ્સામાં 31 માર્ચ પછી પણ આવા પત્રકો રજૂ નહીં કરવામાં આવે તો પત્રકો રજૂ ન થાય તે મહિના સુધીનો પગાર અટકાવવાનો રહેશે. આ સૂચના પોતાના નિયંત્રણ હેઠળના સર્વે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓના ધ્યાન પર લાવવા અને મિલકત અંગેની સૂચનાનુ ચૂસ્ત પાલન કરવા સર્વ વિભાગોને નિર્દેશ કરવામાં આવે છે. આ અંગેનો પરિપત્ર આજે સામાન્ય વહીવટ વિભાગની વેબસાઈટ પર મૂકાયો છે.
સરકારની સૂચના મુજબ સરકારી અધિકારી દ્વારા નિયત સમય મર્યાદામાં તેઓનું મિલકત પત્રક સક્ષમ અધિકારીને રજૂ કરવામાં નહીં આવે તો આવા પત્રકો રજૂ નહીં કરનાર અધિકારીનો એપ્રિલ માસનો પગાર અટકાવવાનો રહેશે.
સરકારી અધિકારીઓએ પોતાની તથા પોતાના પરિવારના સામે સ્થાવર-જંગમ મિલકતો કેટલી છે, વાહનો, મકાનો, રોકાણો સહિતની તમામ વિગતો નિયમ સમય મર્યાદામાં આપી દેવાની રહેશે. જો કોઈ અધિકારી કે કર્મચારી માહિતી ખોટી આપી કે માહિતી ન આપી તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ મેહુલ વસાવાની સહીથી બહાર પડેલ પરિપત્રમાં જણાવાયું છે કે, સરકારની સૂચના હોવા છતાં સરકારી અધિકારીઓ દ્વારા સ્થાવર મિલકતના પત્રકો સમયસર રજૂ કરવામાં આવતા નથી અથવા રજૂ કરવાનું ટાળવામાં આવે છે. કોઈ અધિકારી સામે ફરીયાદ કે અરજી મળે ત્યારે જ તપાસ હાથ ધરવામાં આવે છે. આ પરિસ્થિતિ સંતોષકારક નથી.
અમદાવાદ: ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ પોતાની મિલકત જાહેર ન કરે તો પગાર અટકાવવાનો આદેશ આપતો પરિપત્ર આજે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેના કારણે તમામ અધિકારીઓને મિલકતના ડોક્યુમેન્ટ ભેગા કરવામાં લાગી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -