હવે રૂપાણી સરકાર પણ ધારાસભ્યોના પગાર વધારશે, જાણો ધારાસભ્યોને મળશે કેટલો પગાર?
ગુજરાત સરકાર ધારાસભ્યો અને મંત્રીઓના માસિક પગારમાં 4 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવશે. એટેલું જ નહીં આ પગાર વધારો લાગુ થયા બાદ મુખ્યમંત્રી સહિત મંત્રીઓના સ્ટાફના પગાર વધારાની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ તથા રાજ્યકક્ષાના મંત્રીઓ, દંડક અને વિરોધ પક્ષના નેતાઓનો માસિક પગાર 83,813 રૂપિયા છે. જોકે 4 હજાર રૂપિયાના વધારા સાથે મંત્રીઓનો પગાર 87910 અને ધારાસભ્યોનો પગાર 73,160 રૂપિયા થઈ જશે.
રાજ્યના નાણા વિભાગ દ્વારા મંત્રીઓના પગાર વધારા અંગે શરૂ કરેલી પ્રક્રિયા મુજબ ગત 24 ઓક્ટોબર 2017ના ઠરાવ મુજબ વધારો કરવાની દીશામાં કામગીરી શરૂ કરી છે. રાજ્યના ધારાસભ્યોને અત્યાર સુધી 69750 ચૂકવવવામાં આવે છે. જેમાં 200 રૂપિયા ડી.એ., પેટ્રોલના કિલો મીટદ દીઠ 8 રૂપિયા અને ડીઝલના 7 રૂપિયા આપવામાં આવે છે.
જોકે હવે ગુજરાત સરકારનું બજેટ રજૂ થવાનું જેમાં પણ લોકો પર વેરાનું ભારણ વધશે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમ કેન્દ્ર સરકારે આડકતરી રીતે સાંસદોના પગારમાં વધારો કરવાનું સુચવ્યું તેમજ ગુજરાતના ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં વધારો થઈ શકે છે.
ગાંધીનગરઃ 1લી ફેબ્રુઆરીએ કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ બજેટ રજૂ કર્યું જેમાં ખેડૂતો અને ગરીબ લોકો પર સરકાર મહેરબાન જોવા મળી જ્યારે મધ્યવર્ગને કોઈ રાહત ન મળી. જોકે અરૂણ જેટલીએ સાંસદોના પગારમાં દર વર્ષે રિવ્યૂ કરવાની જાહેરાત કરી અને રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પગારમાં વધારાની જાહેરાત કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -