વલસાડ આસપાસના ગામોમાં ભૂંકપના બે આંચકા, લોકો ઘરની બહાર દોડ્યા
ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર કેટલી તીવ્રતાના હતા એ હજુ સુધી જાણ શકાયું નથી. પરંતુ નાનાપોંઢાના રહીશોએ જણાવ્યું હતું કે, આ સમયે ઘણીવાર આંચકા આવી ચુક્યા છે અને તેની રજૂઆત પણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડના કપરાડા, નાનાપોઢા, કાજલી, જોગવેલ, ખૂટલી સહિતના ગામડાઓ અને વિસ્તારમાં વહેલી સવારે 4:48 વાગ્યે પહેલો ભૂકંપનો આંચકો આવ્યો હતો. લોકો કંઈ સમજે વિચારે તે દરમિયાન અડધા કલાકમાં સવારે 5:15 વાગ્યે બીજો આચંકો આવ્યો હતો. ભૂંકપના આંચકાના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. અને સલામત સ્થળે એકઠા થઈ ગયા હતાં.
સુરતઃવલસાડ આસપાસના પાંચેક ગામમાં વહેલી સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતાં. ભૂકંપના આંચકાના પગલે ઘરની બહાર લોકો દોડી આવ્યાં હતાં. જો કે, રિક્ટર સ્કેલ પર કેટલી તીવ્રતાના આંચકા હતાં એ હજુ જાણવા મળ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -