ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી જાહેર: રાજ્યસભાના કયા-કયા ચાર સભ્યો થઈ રહ્યા છે નિવૃત, જાણો વિગત

રાજ્યસભાની પ્રતિષ્ઠિત ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં 282 સભ્યોના ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 51 થયું છે.
તે સમયે ભાજપના પ્રમુખ અમિત શાહે પ્રમથ વખત એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત સ્મૃતિ ઈરાની પણ એ વખતે જીત્યા હતાં. હવે ચાર બેઠકોની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીને લઈને જાહેરનામું જારી થઈ ગયા બાદ રોમાંચકતા વધશે.
ઓગસ્ટ 2017માં રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાંથી યોજાઈ હતી જે ખૂબ જ હાઈડ્રામાવાળી બની ગઈ હતી. તે વખતે કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે બળવંતસિંહ રાજપૂતને હાર આપી હતી.
ગુજરાતના જે ચાર સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે તેમાં વર્તમાન નાણાંમંત્રી અરુણ જેટલી, શંકર વેગડ, મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે રાજ્યસભાની ચૂંટણી પણ ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી દીધી છે. છેલ્લે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી વખતે કાયદાકીય દાવપેચ રમાયા હતાં. મોડી રાત સુધી મામલો ચાલ્યો હતો.
અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજ્યસભામાં છ વર્ષની અવધિ પૂર્ણ કરી લીધા બાદ ચાર સભ્યો હવે નિવૃત્ત થતાં ચાર બેઠકો માટેની ચૂંટણી માટેનું જાહેરનામું પાંચમી માર્ચના દિવસે જાહેર કરવામાં આવ્યાબાદ 23મી માર્ચના દિવસે ચૂંટણી યોજાશે.