ભરૂચમાં અર્ધનગ્ન હાલતમાં યુવાન 130 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર કેમ ચઢ્યો? જાણો વિગતે
મોબાઇલ ટાવરની ટોચ પર પલાઠીવાળી પ્રવિણ ચૌધરી બેસી રહ્યો હતો. તેણે દક્ષિણ દિશામાં નર્મદા નદી તરફ મુખ રાખી ધ્યાન અને યોગની મુદ્રા પણ કરતાં લોકોમાં કૂતુર્હલ સર્જાયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાવર પર યુવાન ચઢી ગયો હોવાની જાણ કરવામાં આવતાં નગરપાલિકા તથા આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર ઘટનાસ્થળે દોડી આવી પહોંચી હતી. બનાવને પગલે ટાવરની આસપાસ લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. 130 ફૂટ ઊંચા ટાવર સુધી પહોંચવા માટે કોઈ સાધન ન હોવાથી બચાવ કામગીરીમાં વિધ્ન ઉભું થયું હતું. જોકે બે કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ યુવાન જાતે જ નીચે ઉતરી ગયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર માટે મનોચિકિત્સકને બોલાવવામાં આવ્યાં હતાં.
મંગળવારે બપોરે તે અર્ધનગ્ન અવસ્થામાં ઘરની નજીકમાં આવેલાં મોબાઈલ ટાવર પર ચઢ્યો હતો. આસપાસના રહીશો કંઈ સમજે તે પહેલાં તે ટાવરની 130 ફૂટ કરતાં વધુની ટોચ પર પહોંચી ગયો હતો. આ વાતની જાણ થતાં આસપાસના લોકોના ટોળાં વળ્યાં હતાં.
મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલ ભરૂચની અપનાઘર સોસાયટીમાં તેની બહેનના ઘરે રહેતો 23 વર્ષિય પ્રવિણ રામબ્રિજ ચૌધરી દહેજ ખાતે આવેલી જીએફએલ કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે.
ભરૂચ: ભરૂચના નંદેલાવ રોડ પર આવેલ અપનાઘર સોસાયટી પાસેના 130 ફૂટ ઊંચા મોબાઈલ ફોનના ટાવર પર એન્જીનીયર યુવાન ચઢી જતાં દોડધામ મચી ગઈ હતી. જોકે નગરપાલિકા, આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને યુવાનને હેમખેમ રીતે નીચે ઉતારવા માટેના પ્રયાસો કર્યા હતાં. બે કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ યુવાન જાતે જ નીચે ઉતર્યો હતો.
જ્યારે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાન બે દિવસથી માનસિક તણાવમાં હતો એટલે મંગળવાર બપોરે અર્ધનગ્ન અવસ્થામાં ઘરની નજીક આવેલ ટાવર પર ચઢ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -