આજે પ્રથમવાર ગુજરાતના આંગણે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી, આ જગ્યાએ બંન્ને નેતા જોવા મળશે, જાણો વિગતે
બપોરે 12:30 વાગે દીવ ખાતે આગમન, બપોરે 1:00 વાગે સોમનાથ મંદિર દર્શન કરવા જશે. બપોરે 2:00 ભેંસાણ સભા કરશે જ્યારે 3 વાગે સાવરકુંડલા લોકો સાથે ચર્ચા કરશે અને સભા સંબોધશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરેન્દ્ર મોદી સવારે 9 વાગે મોરબી, 12 વાગે પ્રાચી, બપોરે 1:30 સોમનાથ મંદિરે જવાની સંભાવના છે. બપોરે 2 વાગે પાલીતાણા જશે. જ્યારે 3: 30 વાગે નવસારી ખાતે સભા સંબોધશે.
નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરે દર્શન કરવા પણ જવાના છે પરંતુ તેની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રાહુલ ગાંધી સોમનાથ મંદિરે દર્શન કર્યા બાદ ભેંસાણ-વિસાવદર જવા રવાના થશે. ત્યાર બાદ સાવરકુંડલા જશે અને અહીંથી અમરેલી સુધી રોડ શો યોજશે. મોદી બુધવારે ચાર સભા સંબોધશે જ્યારે રાહુલ અહીં જ રોકાવાના છે.
રાહુલ ગાંધી 1 વાગે સોમનાથ મંદિરે દર્શન કરવા જશે. મજાની વાત એ છે કે દીવ ખાતે વિમાન માર્ગે રાહુલ ગાંધી આવ્યા હશે ત્યાર બાદ હેલિકોપ્ટર મારફતે સોમનાથ આવશે. ત્યારે જ પ્રાચીમાં નરેન્દ્ર મોદીની જાહેર સભા ચાલતી હશે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો વધારે જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ- નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આજે ફરીવાર ગુજરાતમાં છે, આજે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સોમનાથ મંદિરે દર્શન કરવા જશે તેવી સંભાવના છે. જેમાં નરેન્દ્ર મોદી સોમનાથ પાસે પ્રાચીમાં જાહેર સભા સંબોધશે. જ્યારે મોદી સોમનાથ મંદિરે દર્શન કરવા જાય તેવી સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -