ઈડરમાંથી ગુજરાતી કલાકાર હિતુ કનોડિયાને ટિકિટ અપાતાં સ્થાનિક લોકોએ કેમ કર્યો વિરોધ, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્થાનિક કાર્યકર્તાઓની અવગણના કરીને બહારના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. ‘ભાજપ હારે છે હારે છે’ના બેનરો તથા ‘સ્થાનિક ઉમેદવાર જ ચલેગા’,ગુજરાત ફિલ્મ કા નટ નહીં ચલેગાના બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.
આખરે ઈડર, વડાલી વિધાનસભા બેઠક માટે હિતુ કનોડિયાના નામની જાહેરાત થતાં જ ભાજપ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. ભાજપના નેતા રતિભાઈ સોલંકી અને જનકભાઈ પટેલ સહિતનાઓએ જણાવ્યું હતું કે ભાજપને હારનો સામનો કરવો પડશે.
શુક્રવારે જ્યારે ભાજપ દ્વારા પાંચમી યાદી જાહેર કરવામાં આવી ત્યારે ગુજરાત ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાના નામની જાહેરાત થતાં જ ઈડરના સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી સાથે અસંતોષ જોવા મળ્યો હતો. હિંમતનગર સરકીટ હાઉસ ખાતે ભાજપ દ્વારા સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે પણ સ્થાનિક ઉમેદવારોને ટિકિટ ફાળવવા માટેની માગણીઓ તેમજ રજૂઆત કરવામાં આવી હતી.
ઈડર: ભાજપનો ગઢ ગણાતા ઈડર, વડાલી વિધાનસભા બેઠક માટે શુક્રવારે ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓમાં આક્રોશ સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ટિકિટ ફાળવણી અંગે સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવા માટેની વારંવાર રજૂઆત છતાં પણ મોવડી મંડળે આયાતી ઉમેદવાર એવા હિતુ કનોડિયાના નામની જાહેરાત કરતાં જ ઈડરના સ્થાનિક રાજકારણમાં સોંપો પડી ગયો હતો. સ્થાનિક ઉમેદવારની અવગણનવા વિરોધમાં બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી અને સુત્રોચ્ચાર પોકાર્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -