સુરત: પતંગની દોરીથી બાળકીનું મોત થતાં પતંગ ચગાવનાર અને બાળકીના પિતા સામે કેસ, જાણો વિગત
સુરત: શહેરના ઉધના દરવાજા પાસે ફ્લાયઓવપર બ્રિજ ઉપર કારની સનરૂફમાંથી માથુ બહાર રાખીને જઈ રહેલી કારમાં એકા એક પતંગની ધારદાર દોરી કારની આડસમાં આવી જતાં માસુસ બાળકીનું ગળું કપાઈ જતાં મોત નીપજ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગભરાઈ ગયેલ યુનુસભાઈએ તાત્કાલિક કાર અટકાવીને તેનું લોહી વહેતું અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તે ફુવારાની જેમ લોહી નીકળતું હતું. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની એપલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું હતું કે, બાળકીનું ગળું જમણી તરફથી 17થી 18 સેન્ટીમીટર જેટલું ચીરાઈ ગયું હતું. તેને કારણે રક્તવાહિની કપાઈ ગઈ હતી. વધુ લોહી વહી જવાથી બાળકીનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે કાર ચલાવનાર પિતા અને પતંગ ઉડાવનાર સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
ગળું કપાયું પરંતુ પરિવારને ખ્યાલ પણ ન આવ્યો. થોડીવારમાં ફાતિમા અચાનક ઢળી પડતા પાછળ બેસેલી તેની બે બહેનો હેબતાઈ ગઈ હતી. તેના ગળા પર મોટો ચીરો લાગેલો હતો. આખું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું.
આ દરમિયાન પાછળની સીટ પર બેસેલી ત્રણેય પુત્રીઓ પૈકીની સૌથી નાની પુત્રી ફાતિમાં કારની રૂફકોટ વિન્ડો ખોલીને તેમાંથી નજારો જોતી હતી. કાર જ્યારે ઉધના દરવાજા ફ્લાય ઓવરબ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે અચાનક પતંગની દોરી વચ્ચે આવી જતાં ફાતિમાનું ગળું કપાઈ ગયું હતું.
માંડવીને હથુરણ ગામ ખાતે રહેતા યુનુસ કરોડીયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 31 ડિસેમ્બર પરિવાર સાથે સુરતમાં શોપિંગ કરી તેઓ પર ઘરે જવા માટે નીકળ્યા હતાં.
આ ઘટનામાં શહેર પોલીસે ગંભીરતા દાખવીને મરનાર બાળકીના પિતા વિરુદ્ધ કાર ગફલતભરી સ્પીડે ચચાવવાના કારણે ગુનો નોંધવાની સાથે તથા એક અજાણ્યા પતંગ ફળીયામાં ચગાવનારા સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ગુનો રાજ્યનો પ્રથમ ગુનો નોંધાયો હોવાનું પોલીસ અધિકારીઓમાં ચર્ચાઈ રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -