ફિક્સ પગારદારોની મૂંઝવણોનો જવાબ, હાલના પગારના આધારે કેટલો પગાર મળશે તે જાણો
આમ જેમના ઓર્ડરમાં 7100 રૂપિયા માસિક પગાર લખાયેલો છે તેમનો કુલ પગાર 10,500 રૂપિયા થાય. તેમનો પગાર 63 ટકા વધીને 16224 રૂપિયા થઈ જશે. જેમને ખાસ ભથ્થા પરનો વાર્ષિક 1500 રૂપિયા પગાર વધારો હજુ સુધી નથી અપાયો તેમને પણ આ લાભ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ ગુજરાત સરકારે બુધવારે સરકારી વિભાગો, કેડરમાં કાર્યરત ફિક્સ પગારદારોની માગણીઓને સ્વીકારી તેમના પગારમાં જંગી વધારો કરવાની જાહેરાત કરી છે. અલબત્ત સરકારની જાહેરાતના કારણે ફિક્સ પગારદારોમાં કેટલોક ગૂંચવાડો છે અને કોને કેટલો પગાર મળશે તે અંગે સ્પષ્ટતા નથી.
આમ જેમના ઓર્ડરમાં 13,500 રૂપિયા માસિક પગાર લખાયેલો છે તેમનો કુલ પગાર 17,000 રૂપિયા થાય. તેમનો પગાર 124 ટકા વધીને 38,090 રૂપિયા થઈ જશે. જેમને ખાસ ભથ્થા પરનો વાર્ષિક 1500 રૂપિયા પગાર વધારો હજુ સુધી નથી અપાયો તેમને પણ આ લાભ મળશે.
સરકારની જાહેરાત પ્રમાણે હાલમાં 17,000 રૂપિયા પગાર મળે છે તેમનો પગાર 38,090 રૂપિયા થઈ જશે. તેમના ઓર્ડરમાં પગારની રકમ રૂપિયા 13,700 હશે. તેમને 1800 રૂપિયા ખાસ માસિક ભથ્થા સાથે કુલ માસિક 15,500 રૂપિયા મળે. આ સિવાય જેમને એક વર્ષ થયું છે તેમને 1500 રૂપિયા ખાસ ભથ્થા પરનો વાર્ષિક વધારો મળ્યો છે.
આમ જેમના ઓર્ડરમાં 13,500 રૂપિયા માસિક પગાર લખાયેલો છે તેમનો કુલ પગાર 16,500 રૂપિયા થાય. તેમનો પગાર 90 ટકા વધીને 31,340 રૂપિયા થઈ જશે. જેમને ખાસ ભથ્થા પરનો વાર્ષિક 1500 રૂપિયા પગાર વધારો હજુ સુધી નથી અપાયો તેમને પણ આ લાભ મળશે.
સરકારની જાહેરાત પ્રમાણે હાલમાં 11500 રૂપિયા પગાર મળે છે તેમનો પગાર 19,950 રૂપિયા થઈ જશે. તેમના ઓર્ડરમાં પગારની રકમ રૂપિયા 7800 હશે. તેમને 2200 રૂપિયા ખાસ માસિક ભથ્થા સાથે કુલ માસિક 10,000 રૂપિયા મળે. આ સિવાય જેમને એક વર્ષ થયું છે તેમને 1500 રૂપિયા ખાસ ભથ્થા પરનો વાર્ષિક વધારો મળ્યો છે.
આ ગૂંચવાડાનું કારણ એ છે કે ફિક્સ પગારદારો હાલમાં તેમને મળતા પગારના આધારે પોતાને કેટલો પગાર મળશે તેની ગણતરી કરે છે. વાસ્તવમાં અત્યારે ફિક્સ પગારદારોને દર મહિને જે પગાર મળે છે તેમાં ફિક્સ પગાર ઉપરાંત માસિક ખાસ ભથ્થુ તથા ખાસ ભથ્થા પરનો વાર્ષિક વધારો પણ સામેલ છે.
સરકારની જાહેરાત પ્રમાણે હાલમાં 16,500 રૂપિયા પગાર મળે છે તેમનો પગાર 31,340 રૂપિયા થઈ જશે. તેમના ઓર્ડરમાં પગારની રકમ રૂપિયા 13,500 હશે. તેમને 1500 રૂપિયા ખાસ માસિક ભથ્થા સાથે કુલ માસિક 15,000 રૂપિયા મળે. આ સિવાય જેમને એક વર્ષ થયું છે તેમને 1500 રૂપિયા ખાસ ભથ્થા પરનો વાર્ષિક વધારો મળ્યો છે.
આમ જેમના ઓર્ડરમાં 7800 રૂપિયા માસિક પગાર લખાયેલો છે તેમનો કુલ પગાર 11,500 રૂપિયા થાય. તેમનો પગાર 73 ટકા વધીને 19,950 રૂપિયા થઈ જશે. જેમને ખાસ ભથ્થા પરનો વાર્ષિક 1500 રૂપિયા પગાર વધારો હજુ સુધી નથી અપાયો તેમને પણ આ લાભ મળશે.
બીજી તરફ સરકારે દરેક ફિક્સ પગારદારને તેની નિમણૂકના ઓર્ડરમાં લખાયેલા પગારને આધારે વધારો કર્યો છે. ગુજરાત સરકારના 20 ઓક્ટોબર, 2015ના ઠરાવ પ્રમાણે ફિક્સ પગારદારોને મળતા પગાર પર વધારો જાહેર કરાયો છે. અહીં ફિક્સ પગારદારોની મૂંઝવણોનો અંત આવી જાય તે રીતે તેમને કેટલો પગાર મળશે તે સમજાવાયું છે.
સરકારની જાહેરાત પ્રમાણે હાલમાં 10500 રૂપિયા પગાર મળે છે તેમનો પગાર 16224 રૂપિયા થઈ જશે. તેમના ઓર્ડરમાં પગારની રકમ રૂપિયા 7100 હશે. તેમને 1900 રૂપિયા ખાસ માસિક ભથ્થા સાથે કુલ માસિક 9000 રૂપિયા મળે. આ સિવાય જેમને એક વર્ષ થયું છે તેમને 1500 રૂપિયા ખાસ ભથ્થા પરનો વાર્ષિક વધારો મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -