કોંગ્રેસના પૂર્વ MLA ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહની ડ્રગ્સ રેકેટમાં ધરપકડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટીએસની ટીમે પંજાબ, મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં પણ આ સંદર્ભે જાણ કરી વોન્ટેડોને પકડવા તપાસ શરૂ કરી હતી.
નરેન્દ્ર કાચાએ ત્યારબાદ મહારાષ્ટ્રના સોલાપુર ખાતે આવેલા કરોડોની કિંમતના એફેડ્રીનના જથ્થાને વહેલાલની જીઆઈડીસી ખાતે માલ ઉતરાવી પ્રેાસેસ કરી ડ્રગ્ઝ બનાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ પોલીસે દેશ-વિદેશમાં આ પાર્ટી ડ્રગ પહોંચે તે પહેલાં છાપો મારી તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
તે અગાઉ ગત ડિસેમ્બર 2015માં એફેડ્રીનમાંથી પ્રેાસેસ કરીડ્રગ બનાવનારા અને હાલ પોલીસ સકંજામાં રહેલા નરેન્દ્ર કાચા, કિશેારસિંહ, તેમજ શહેરના શાહપુર વિસ્તારના કુખ્યાત બુટલેગરની કેન્યા ખાતે આ સંદર્ભે મીટીંગ થઈ હતી.
લંડનના એનઆરઆઈએ 15 દિવસ અગાઉ પોલેન્ડના ત્રણ માફિયાઓ સાથે દુબઈમાં કિશોરસિંહ અને તેના ભાગીદાર જય મુખી સાથે ડ્રગ્ઝની હેરાફેરી બાબતે મીટીંગ કરી હતી.
આ માદક દ્રવ્યની હેરાફેરીમાં રાજ્યના માજી ધારાસભ્યના પુત્ર કિશોરસિંહ રાઠોડ સહિતની વ્યકિતઓના નામ ખુલ્યા હતાં. તેમાં પોલેન્ડના ડ્રગ માફિયાઓ અને એનઆરઆઈનું નામ પણ બહાર આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાવાદ જિલ્લામાં એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડ અને શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે સંયુકત ઓપરેશન કરી રૂપિયા 270 કરોડનો 1365 કિલો એફેડ્રીનનો ઐતિહાસિક જથ્થો કબજે કરી એકની ધરપકડ કરી હતી.
અમદાવાદઃ કરોડોના ડ્રગ્સ કેસમાં પૂર્વ MLA ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહની ધરપકડ કરવામાં આવી છે. ATSની ટીમે મધ્યપ્રદેશની કિશોરસિંહની ધરપકડ કરી છે. કિશોરસિંહ પર ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથે સંડોવણીના આક્ષેપ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -