ગુજરાતના 4 યુવાનો દક્ષિણ આફ્રિકામાં કાળનો કોળીયો બન્યા, કારનો થયો ભુક્કો
ભરૂચ: દક્ષિણ આફ્રિકા માં રોડ અકસ્માતમાં ગુજરાતના ચાર આશાસ્પદ યુવાનો કાળનો કોળીયો બન્યા હતા. સર્જાયેલી ઘટનામાં ભરૂચના ત્રણ અને નડિયાદના એક યુવાન મળીને ચારેયના પ્રાણ પંખેરુ ઉડી જતા તેઓના પરિવારમાં માતમનો માહોલ છવાય ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ આફ્રિકામાં રોજીરોટી મેળવવા માટે સ્થાયી થયેલા ભરૂચ તેમજ નડિયાદના યુવાન મિત્રો ડર્બન -જોહાનિસબર્ગ મોટર વે પરથી પોતાની કાર લઈને પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેઓની કારને ગમખ્વાર અકસ્માત નડયો હતો.
મૃતકના નામ 1) સરવર ખાન - ઉ.વ. 38 (ભરૂચ) 2) મોહસીન પટેલ - ઉ.વ.34 (ભરૂચ) 3) યાસીન પટેલ - ઉ.વ.37 (ભરૂચ) 4) જીજ્ઞેશ પટેલ ઉ.વ.36 (નડિયાદ)
સર્જાયેલા માર્ગ અકસ્માત માં ગુજરાતના ચારેય યુવાનો કરુણ મોતને ભેટ્યા હતા. આ અંગેની જાણ મૃતકોના માદરે વતનમાં થતા પરિવારજનો સહિત ગ્રામજનોએ ઘેરા શોક ની લાગણી અનુભવી હતી. ભરૂચના બરેલી ખો વિસ્તારના અને છેલ્લા પંદર વર્ષ થી દક્ષિણ આફ્રિકા માં સ્થાયી થયેલા સરવર મેહમુદ ખાન પઠાણ ના પરિવારજનો એ અંગે ની માહિતી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -