કચ્છમાં નલિયા પછી બીજો સેક્સકાંડ, 15 વર્ષની કિશોરીને બનાવી હવસનો શિકાર
એક બાજુ કચ્છમાં નલિયાકાંડને લઇને ભારે ચકચાર મચી છે. ત્યારે કચ્છના જ અંજાર તાલુકાના ભીમાસર ગામે દુષ્કર્મકાંડ સામે આવતા નવો વળાંક આવ્યો છે. અગાઉ કોંગ્રેસના અગ્રણી નેતા અને વિધાનસભામાં વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા પણ કચ્છમાં નલિયાકાંડની ઘટનાને લઇને મોટો દાવો કરી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભુજઃ નલિયા બળાત્કારકાંડને કારણે આખા ગુજરાતનું વાતાવરણ ગરમાયું છે, ત્યારે કચ્છમાં બીજો એક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. અંજાર તાલુકાના ભીમાસર ગામે 15 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મનો બનાવ સામે આવતા ભારે ચકચાર ચકચાર મચી ગઈ છે.
આ અંગેની વિગતો એવી છે કે, ભીમાસરની એક 15 વર્ષીય કિશોરીને બે યુવકો ફોસલાવીને ભગાડી ગયા હતા અને આ બે શખ્સોએ તેનું અપહરણ કરીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે કિશોરીએ અંજાર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે કિશોરીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, આ યુવકો કોણ છે, તે જાણી શકાયું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -