કચ્છઃ 17 વર્ષીય યુવતીએ માતા-બહેનની છરીના ઘા મારી કરી નાંખી હત્યા, શું હતું કારણ?
આ અંગે મળતી વધુ માહિતી પ્રમાણે દેવીપૂજક યુવતી છેલ્લા કેટલાક વખતથી માનિસક બીમારીનો ભોગ બનતાં તે મગજની અસ્થિર બની ગઈ હતી. આજે વહેલી સવારે આશરે 6 વાગ્યે તેણે આ હુમલો કર્યો હતો. રૂમમાં તેની માતા રાજીબહેન અને બે બહેનો આરતી અને મધુ સાથે સૂતી હતી અને તેના પિતા ઘરની બહાર ફળિયામાં સૂતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસવારે ઊંઘમાંથી ઊઠેલી આ સગીરાએ રસોડામાંથી મોટી છરી લાવી સુઈ રહેલી તેની માતા અને બે બહેનો પર તૂટી પડી હતી. ઉપરાઉપરી છરીના ઘા વાગવાથી માતા રાજીબહેન અને બહેન આરતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે મધુબહેનને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અસ્થિર મગજની સગીરાને હિરાસતમાં લઈ લીધી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, 17 વર્ષીય યુવતીએ માનસિક તાણ આવી જતાં બે બહેન અને માતા પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં માતા અને એક બહેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય બહેનને ગંભીર ઇજા થતાં તેને ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે મૃતકોની લાશ પીએમ માટે રામબાગ હોસ્પિટલ ખસેડાઇ હતી.
ભુજઃ ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં એક 17 વર્ષીય યુવતીએ પોતાની માતા અને બહેનની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે યુવતીએ છરીના ઘા મારીને માતા અને બહેનનો મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે બીજી બહેનને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -