નડિયાદઃ યુવતીને શાની લાલચ આપીને યુવકે બાંધ્યા સંબંધ? યુવતીએ કેમ નોંધાવી આખા પરિવાર સામે ફરિયાદ?
આ બનાવ અંગે યુવતીએ નડીયાદ રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે દિલીપ રણછોડભાઈ ભોઈ, રણછોડ ભોઈ, દિલીપની માતા, રમણ ઉર્ફે ગીલો ગગાભાઈ ભોઈ, વિષ્ણુ ભોઈ અને મુકેશ રણછોડભાઈ મેઘા તમામ રહેવાસી નાયકા તેમજ સુમિત પટેલ રહેવાસી કોલાટ તા.સાણંદ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર ખાતે દિલીપે યુવતીને તારા પરિવારજનોને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી યુવતીની મરજી વિરૃધ્ધ બળજબરીપૂર્વક ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનાના બીજા દિવસે યુવતીને ગાંધીનગરની કોર્ટમાં લઈ જઈ કોરા સ્ટેમ્પ પેપર પર સહી લીધી હતી જ્યાં રમણ ભોઈએ યુવતીને તેણીના ઘરે પાછા જતી રહેવા માટે ફોસલાવી પટાવી તેણીના મામાને અમદાવાદ બોલાવી સોંપી દીધી હતી.
ત્યારબાદ તા.૬ઠ્ઠી નવેમ્બર ૨૦૧૭ના રોજ અમદાવાદની સીમા હોટલ પર યુવતીને બોલાવી ૩પથી ૪૦ માણસો હથિયારો લઈ એકત્ર કર્યા હતા જ્યાં યુવતીને ગાળો બોલી અપમાનિત કરી મારો દિકરો તને આજે પણ નઈ રાખે અને કાલે પણ નહી રાખે અને રાખશે તો તને જીવથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી.
દિલીપના પિતા રણછોડભાઈ અને માતા તેમજ મુકેશ રણછોડભાઈ મેઘા યુવતીના ઘરે આવી લગ્ન માટે ઘર છોડી ભાગી જવા માટે લલચાવતા ફોસલાવી હતી ત્યારબાદ બીજા દિવસે દિલીપે યુવતીને મળી ઠંડા પીણામાં કોઈ કેફી પીણું પીવડાવી અર્ધ બેભાન કરી મોટર સાયકલ પર બેસાડી અમદાવાદ લઈ ગયો હતો અને જ્યાં કાકા રમણ ભોઈ તથા ભાગીદાર સુમિત પટેલ હાજર હતા અને તેઓએ ગાંધીનગર જવાનું જણાવતા દિલીપ યુવતીને બસમાં બેસાડી ગાંધીનગર હોટલમાં લઈ ગયો હતો.
ફરિયાદ નોંધાતા પોલીસે યુવાન સહિત સાત જણાં સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નડીયાદ તાલુકાના અંધજમાં રહેતી યુવતીને નાયકા ગામમાં રહેતા દિલીપ રણછોડભાઈ ભોઈ સાથે રાસ્કા ગામમાં સંબંધીના લગ્ન પ્રસંગમાં પરિચય થયો હતો. ત્યારબાદ દિલીપ અવારનવાર યુવતીનો ટેલિફોનીક સંપર્ક કરી નડીયાદ ખાતે મળવા બોલાવી લગ્ન કરવાની લાલચ આપતો હતો.
મળતી વિગતો મુજબ નડિયાદના અંધજ ગામની યુવતી સાથે લગ્નપ્રસંગમાં પરિચય કેળવી લગ્ન કરવાની લાલચ આપી પોતાના પરિવારજનોની મદદથી ઠંડા પીણામાં કેફી પીણું પીવડાવ્યું હતું. બાદમાં અર્ધ બેભાન અવસ્થામાં મોટરસાયકલ પર બેસાડી અમદાવાદ અને ત્યાંથી ગાંધીનગર હોટલમાં લઈ જઈ યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્રણ વખત દુષ્કર્મ આચર્યાની નડીયાદ રરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
ખેડાઃ નડીયાદના અંધજ ગામની યુવતીને કૈફી પીણી પીવડાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં યુવાન અને તેના માતા-પિતા સહીત સાત લોકો વિરૂદ્ધ ગુન્હો નોંધાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -