રાજપીપળાઃ યુવતી સાથે જાહેરમાં રોમાન્સ કરતો હતો શિક્ષક ને આવી ગયો યુવતીનો પરિવાર, જાણો પછી શું થયું?
તાજેતરમાં આ યુવતી શિક્ષકને મળવા માટે રાજપીપળા આવી હતી, જેને ખબર પરિવારજનોને પડી જતાં તેઓ તેની પાછળ આવ્યા હતા. બંને રંગે હાથે પકડાઇ જતાં પરિવારે શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. લોકો ભેગા થઈ જતાં કેટલાકે વીડિયો ઉતારી લીધો હતો, પરંતુ પરિવારે દીકરીની બદનામી ન થાય તે માટે વિનંતી કરીને વીડિયો ડિલીટ કરાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજપીપળા: વડોદરાની યુવતી સાથે નર્મદાનો શિક્ષક રાજપીપળા ખાતે રોમાન્સ માણતાં પકડાઇ જતાં યુવતીના પરિવારજનોએ ફટકાર્યો હતો. દરમિયાન લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને લોકોએ આ યુવકને માર મારતો વીડિયો પણ ઉતારી લીધો હતો. જોકે, આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી, પરંતુ સમગ્ર રાજપીપળામાં આ કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, વડોદરાની યુવતી અગાઉ નર્મદાના આ શિક્ષક પાસે ભણતી હતી, ત્યારે શિક્ષક પરણીત હોવા છતા યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યા હતા. દરમિયાન પરિવારે આ યુવતીના લગ્ન માટે છોકરા જોવાનું શરૂ કર્યું હતું, પરંતુ આ શિક્ષક યુવતીના સગપણમાં રોળા નાંખતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -