સુરેન્દ્રનગર: 250 ફુટ ઉંડા બોરવેલમાં પડેલા બાળકનું મોત, પરિવારમાં શોકનો માહોલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૂળી તાલુકાનાં કરસનગઢ ગામમાં રહેતા ભરવાડ ખોડાભાઈ રઘાભાઈની વાડી ગોવિંદભાઈ ઘેલાભાઈ ખેડતા હતાં. બપોરના બે વાગ્યાના અરસામાં ગોવિંદભાઈનો 4 વર્ષનો સાગર નામનો પુત્ર રમતા રમતા વાડીમાં આવેલા 250 ફૂટના ઊંડા બોરમાં પડી ગયો હતો. સાગરને જીવીત રાખવા માટે દોડી આવેલી 108ની ટીમે બોરમાં ઓક્સિજન ઉતાર્યા હતાં. 4 વર્ષનાં સાગરને બચાવવા માટે અમદાવાદ અને રાજકોટથી ફાયરની ટીમ બોલાવવામાં આવી હતી.
અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, બાળક 100 ફૂટ ઊંડે હોઇ શકે છે. રેસ્ક્યૂ ટીમ બાળકને બહાર કાઢવા માટેના તમામ પ્રયાસ કર્યા હતા છતાં બાળકને બચાવવામાં સફળતા ન મળી. 108ની ટીમ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત હતી.
સુરેન્દ્રનગરના મૂળમાં કરસનગઢમાં બોરવેલમાં પડેલા બાળકનું મોત થયું છે. રેસ્ક્યૂ ટીમે બાળકના મોતની પુષ્ટી કરી છે. 4 વર્ષનો સાગર 250 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. બાળકને બચાવવા માટે તંત્રએ તમામ પ્રયાસો કરવા છતાં સાગરને બચાવી શકાયો નથી. બોરવેલમાં પડી ગયેલા બાળકને બચાવવા માટે ત્રણ જિલ્લાની ટીમે રેસ્કયૂ ઓપરેશન કર્યું હતું. સાગરના મોતને પગલે પરિવારજનોમાં પણ શોક પ્રસરી ગયો છે.
બાળકને ઓક્સિજન પૂરો પાડવમાં આવી રહયો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના ગામમાં રહેતા લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા છે. બાળક બોરવેલમાં પડતાં પરિવાર હેબતાઇ ગયો હતો. બાળકની માતાના રોકકડ કરી રહ્યા હતા જેમને અન્ય લોકો સાંત્વના આપી રહ્યા હતા. બાળક રમતાં રમતાં બોરવેલમાં પડી ગયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -