તાલાલાઃ કારમાં કઢંગી હાલતમાં બેઠેલાં યુવક-યુવતીને જોઈ ટોળું એકઠું થઈ ગયું, પોલીસ આવી પછી યુવતીએ કરી આઘાતજનક હરકત
તાલાલા: શહેરના શાકમાર્કેટ ચોક પાસે કારમાં એક કપલ કંઢગી હાલતમાં બેઠું હોવાથી તેમને જોવા માટે લોકો ટોળે વળ્યાં હતાં, ત્યારે ટ્રાફિક કોન્સ્ટેબલે ત્યાં જઈને કારનો દરવાજો ખોલાવતા યુવતીએ લાજવાને બદલે કોન્સ્ટેબલને ખખડાવ્યા હતા અને આ પછી કપલ ત્યાંથી જતું રહ્યું હતું. જોકે, કોન્સ્ટેબલ આગળ કાર રોકાવતાં યુવતીએ ફડાકો મારી દેતાં હોબાળો મચી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઈ કાલે સવારે દસ વાગ્યે તાલાલાના શાકમાર્કેટ ચોકમાં યુવક-યુવતી કારમાં એકબીજાને બાથ ભરીને આલીંગન કરતા હતા. લોકોના ધ્યાનમાં આ વાત આવતાં લોકો ટોળે વળવા લાગ્યા હતા. ટોળું જોઇને ટ્રાફિક કોન્સ્ટેબલ પ્રવિણભાઈ વરજાંગભાઈ પરમાર પણ ત્યાં પહોંચ્યા હતા અને કારનો દરવાજો ખોલાવ્યો હતો. જેથી યુવતી બહાર આવી હતી અને અમને શું કામ પરેશાન કરો છો. જાવ તમે તમારું કામ કરો.
આ ઘટના પછી પોલીસ બંનેને પકડી તાલાલા પોલીસ સ્ટેશને લાવી હતી. તેમજ આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પકડાયેલી યુવતી સુમીતાબેન કાળુગીરી ગોસ્વામી (રહે.માલશ્રમ તા.કોડીનાર) અને સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રહે.રાજકોટ)વાળાને અટકાયત કરી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસને યુવતીએ ફડાકા માર્યાની ચર્ચા ટોક ઓફ ટાઉન બની હતી.
આટલું કહ્યા પછી યુવતી પાછી કારમાં બેસી ગઈ હતી અને યુવકે ગાડી ત્યાંથી ભગાડી મૂકી હતી. જોકે, ટ્રાફિક કોન્સ્ટેબલે આગળ કાર રોકાવતા યુવતી ઉશ્કેરાઇ ગઈ હતી અને બહાર નીકળીને કોન્સ્ટેબલને જાહેરમાં ફડાકા મારી દીધા હતા. કોન્સ્ટેબલે ગીરીનામા ચોક પાસે કાર રોકાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -